આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
દહેગામ
રિપોર્ટર – અનિલ મકવાણા
કોરોનાવાયરસ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં ન રાખતા સરકારશ્રી તરફથી તાજેતરમાં પેટ્રોલ-ડીઝલ નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેના વિરોધમાં લોક લાગણીને માન આપી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી દહેગામ તાલુકા તેમજ શહેરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જેમાં મનોજ બ્રહ્મભટ્ટ (દહેગામ તાલુકા પ્રમુખ) હિરેન સોની (દહેગામ શહેર પ્રમુખ ) હિરેન બારોટ, હીરાભાઈ અજમેરા, પ્રવિણસિંહ ચૌહાણ, કૌશિક પટેલ,યોગેશ વાળંદ, વિજય સિંહ ચૌહાણ, પૃથ્વીસિંહ ચૌહાણ, અજીતસિંહ ઝાલા, રતનસિંહ ચૌહાણ, ઈરફાન મનસુરી હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સોશિયલ ડીસ્ટન્સ જાળવીને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી દહેગામ તાલુકા તેમજ શહેરના હોદ્દેદારોએ સાથ સહકાર આપ્યો તે બદલ દહેગામ તાલુકા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.