गुजरात

રાજ્યમાં કોરોના વાયરસના નવા 518 કેસ, 704 દર્દીઓ સાજા થયા

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 518 કેસ નોંધાયા છે. જેની સામે 704 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4365 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.79 ટકા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 99, સુરતમાં 86, વડોદરામાં 89, રાજકોટમાં 76, જામનગરમાં 17, કચ્છમાં 16, જૂનાગઢ, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 14-14, ભરુચમાં 10, દાહોદ, ગીર સોમનાથમાં 9-9 સહિત કુલ 518 કેસ નોંધાયા છે.

24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. બંને મોત અમદાવાદમાં થયો છે. બીજી તરફ અમદાવાદમાં 176, સુરતમાં 132, વડોદરામાં 66, રાજકોટમાં 172, સાબરકાંઠામાં 19, જામનગરમાં 17 સહિત 704 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

Related Articles

Back to top button