गुजरात

ગુજરાતના આ વિસ્તારોમાં 14 જાન્યુઆરીના દિવસે નથી ઉડાવાતી પતંગ, કારણ જાણીને બોલી ઉઠ્શો વાહ

ગીર સોમનાથ : રાજ્યભરમાં આજે ઉત્તરાયણને લઇ કાપ્યો છેનો નાદ ગુંજી ઉઠશે અને આ ગુંજ પક્ષીઓ માટે માતમ સમાન બની જાય છે. પરંતુ રાજ્યમાં એક એવો જિલ્લો અને તેના કેટલાક એવા શહેર છે જયાં પક્ષીઓ રાહતનો શ્વાસ લે છે. આ જિલ્લો છે ગીર સોમનાથ. સોમનાથ જિલ્લાનાં કોડીનાર, સુત્રાપાડા તેમજ ગીર ગઢડા, ઉના શહેરમાં ઉત્તરાયણના દિવસે પણ આસમાન ચોખ્ખું હોય છે. અહીં કાપ્યો છે નો નાદ નહીં પણ આસમાનમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે. કારણ કે, આજે અહીં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં ઉત્તરાયણ ધામધૂમ પૂર્વક મનાવાય છે. પરંતુ પતંગ નથી ઉડાડવામાં આવતા. કારણ કે અહીં ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માફક પવન નથી.

ભૂતકાળમાં ઘણા યુવાનો પતંગ ચગાવવા કોશિશ કરી પરંતુ પવન ન હોવાના કારણે પતંગ ચગતી નથી એવું નથી કે અહીં પતંગ ચગાવતા આવડતું નથી. જોકે, ગીર સોમનાથનાં કોડીનાર, સુત્રાપાડા અને ઉનામાં ભાદરવો આખો મહિનો યુવાનો પતંગ ચગાવવાની મજા માણે છે. ભાદરવા મહિનામાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ હોય છે. જેના કારણે આખો મહિનો પતંગ ચગાવાય છે જે પણ સાંજનાં 4થી 6 કલાક સુધી જેના કારણે પક્ષીઓ માટે પતંગની મજા સજા ન બને.

ઇતિહાસના જાણકાર શું કહે છે?

ઇતિહાસના જાણકાર , બિપીનભાઈ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, અત્યારે અહીં પતંગ ન ચગાવવાના ત્રણ કારણો છે. ગીર સોમનાથજિલ્લાના આ તાલુકો દરિયાઈ પટ્ટી પર આવેલો છે. અહીં પવનની દિશા ઊંઘી રહે છે. જેથી કરીને પતંગ ઉડતા નથી. વર્ષોથી અહીં માત્ર ભાદરવા માસ દરમિયાન જ પતંગ ઉડે છે. અને આમ પણ આ ગીર સોમનાથ જિલ્લો જ નહીં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પહેલા નવાબ સાશનમાં અને ત્યારબાદ ગાયકવાડ સ્ટેટમાં આવ્યા અને તે સમયના રાજા મહારાજાએ આ નિયમ રાખ્યો અને હજુ પણ સૌરાષ્ટ લોકોમાં પીઢીદર પીઢી ચાલ્યું આવે છે. આ સાથે આ સમયમાં અહીં ઘણાં વિદેશી પક્ષીઓ આવે છે અને તેમને ઇજા ન પહોંચે તે માટે અહીં અત્યારે પતંગ નથી ચગાવાતા

Related Articles

Back to top button