गुजरात

સ્થાનિક સ્વારાજની ચૂંટણી પહેલા ઉના અને કડીમાં ભગવો લહેરાયો, BJPની 219 બેઠકો બિનહરીફ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. આગામી 21 ફેબ્રુઆરી રોજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે 28 ફેબ્રુઆરીના (28 February) રોજ નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 219 બેઠકો પર ભાજપ  બિનહરીફ તરીકે વિજેતા થયુ છે. કૉંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપે પાલિકા અને પંચાયતોની 219 સીટ પર જીત મેળવી લીધી છે.

અત્યાર સુધી ભાજપની 219 બેઠકો બિનહરીફ

નોંધનીય છે કે, ગઇકાલે એટલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.ત્યારે કૉંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા અત્યાર સુધી ભાજપની 219 બેઠકો બિનહરીફ બની છે.

ઉના અને કડી ભાજપ હસ્તગત

આ સાથે મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો વગર ચૂંટણી પહેલા જ લહેરાયો છે. 36 બેઠક પૈકીની 26 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા 26 બેઠક બિનહરીફ થઈ હતી અને ભાજપના ઉમેદવાર જીતી ગયા હતા. તેવી જ રીતે ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવી લીધી છે. ઉનામાં 36માંથી 21 બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારો જીતી ગયા હતા અને ઉના નગરપાલિકા હસ્તગત કરી છે.

Related Articles

Back to top button