गुजरात

આમોદ નગરપાલિકા ની ગંભીર બેદરકારી ના પગલે કોરોના ની સાથે સાથે નગરજનો મા રોગચાળો ફેલાવા નો ભય નો માહોલ..

Anil Makwana

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

આમોદ શહેર ના માજી કારોબારી અધ્યક્ષ નું કહેવું છે કે જ્યારે મારા જ વોર્ડ વિસ્તાર નું કામ ન થતું હોય તો આમ આદમી તો કોઈ પણ કામની આશા જ કેવી રીતે રાખી શકે છે. છેવટે પ્રેસ મીડિયા ને બોલાવી આમોદ કોંગ્રેસ પ્રેરિત નગરપાલિકા ની પોલ ઉઘાડી મૂકી.આમોદ નગરપાલિકા ની ગંભીર બેદરકારી ના કારણે આમોદ નગર. જનો નુ જીવન જોખમમાં. એક તો એક બાજુ કોરોના ની મહામારી થી લડવાનું અને બીજી બાજુ ભૂગર્ભ ગટરની ગંદકી થી લડવાનું જનતાને મુશ્કેલ પડી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ નગર પાલિકા વોર્ડ ન. 5 મા ભૂગર્ભ ગટર ચોકપ થતા જાહેર રસ્તા પર વાસ મારતું પાણી આવતા તે વિસ્તાર માં રેહતા નગર પાલિકાના માજી કારોબારી ચેરમેન દ્વારા ઉપ પ્રમુખ શ્રી ને વારંવાર રજૂઆત કરતા કામગીરી કરેલ નથી. જેથી જેઓ દ્વારા પ્રમુખ શ્રી. ને રજૂઆત કરી. છતાં જેઓ ની વાત ના સભળતા માજી ચેરમેન કિરણસિંહ રાના મુખ્ય અધિકારી શ્રી ને રજૂઆત કરવા ગયેલ. પરંતુ ચીફ ઓફિસર પાલિકા મા હાજર ન હતા. માટે જેઓએ મીડિયા નો સહારો લીધેલ હતો. જો આમ નગર પાલિકા દ્વારા કારોબારી ચેરમેન ની વાત ના સાભરતા હોય તો આમ જનતા ની શું કામગીરી થાય.

Related Articles

Back to top button