गुजरात

બ્રિટનથી અમદાવાદ આવેલા 4 પોઝિટિવ દર્દીઓના કોરોના રિપોર્ટમાં વાયરલ લોડ વધુ, જાણો શું છે તે

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યા બાદ આખા વિશ્વમાં એલર્ટ છે. મંગળવારે લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ સહિત 275 પેસેન્જરના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમા કુલ 4 પેસેન્જર પોઝિટિવ મળતા એસવીપી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. આ દર્દીઓમાં યુકેમાં જોવા મળેલો નવો સ્ટ્રેઇન છે કે નહીં તે તપાસવા માટે તેમના બ્લડ સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ ચાર પોઝિટિવ દર્દીઓમાંથી એકપણને કોરોનાના લક્ષણો જોવા નથી મળ્યાં. આ સાથે આરટીપીસીઆર ટેસ્ટમાંથી જાણવા મળ્યું કે, આ લોકોના વાયરસ લોડ ઘણાં વધારે છે. આ દર્દીઓમાં વાયરલ લોડ અનુક્રમે 19, 23, 25 અને 28 છે. એક અંદાજ પ્રમાણે 14થી 22 સિટી વેલ્યૂ વાયરલ લોડ વધારે હોવાનું જણાવે છે.

ચારેય દર્દીઓને એસવીપીના અલગ વોર્ડમાં રખાયા

ચાર પોઝિટિવ મુસાફરોમાંથી બે લોકો આણંદના છે તેઓ દંપતી છે, એક દર્દી ભરૂચનો છે અને એક દીવનો છે. ચારેય માટે એસવીપીમાં અલગ વોર્ડ છે. તેમનામાં નવા સ્ટ્રેઈનના લક્ષણ છે કે નહીં તે હજી ચાર દિવસ પછી જાણી શકાશે.

એક મહિનામાં બ્રિટનથી 4374 લોકો અમદાવાદ આવ્યા

મહત્વનું છે કે, છેલ્લા એક મહિનામાં બ્રિટનથી 4374 લોકો અમદાવાદ આવ્યા છે. આ તમામની તપાસ કરવાનું કેન્દ્ર સરકારે કહ્યું છે. એક મહિનામાં 50,832 લોકો ભારત આવ્યા છે. તેમાંથી સૌથી વધુ 16,281 મુસાફરો દિલ્હીમાં ઉતર્યા છે. મુંબઈમાં 8748 લોકો આવ્યા છે. આ માટે હવે એસઓપી જાહેર કરાઈ છે. મંગળવારે બ્રિટનથી 1,500 લોકો ભારત આવ્યા હતા.

Related Articles

Back to top button