गुजरात

વાંસદા તાલુકાના ગંગપુર ગામે મુખ્ય શાળાના મકાનની એક સાઇડની છત અચાનક તૂટી પડી

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

વાંસદા તાલુકાના ગંગપુર ગામે આવેલ મુખ્ય શાળાની નળિયાવાળી છત ૧૯/૧૨/૨૦ ના રોજ વહેલી સવારે તૂટી પડી હતી, હાલ કોરોના સંક્રમણના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ શાળા બંધ હોય કોઈ દુર્ઘટના ઘટી ન હતી. વાંસદા તાલુકાના ધરમપુર ગામે આવેલ મુખ્ય શાળા અતિ જર્જરિત હાલતમાં હોવાના કારણે શાળાની એક સાઈડની નળિયાવાળી છત તૂટી જવા પામી હતી, આ જર્જરિત શાળાની રજૂઆત શાળાના મુખ્ય શિક્ષક દ્વારા ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં કરવામાં આવી હતી ઉપરાંત ગામમાં સરપંચ દ્વારા ઠરાવો પણ અનેકવાર કરાવ્યા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈજ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે આજે શાળાનો એક સાઇડનો ભાગ ટૂટી જવા પામ્યો હતો

શાળાની હાલત જર્જરિત હોવાની રજૂઆત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં આપવા છતાં આજદિન સુધી અધિકારીઓ દ્વારા કોઇજ પગલા લેવામાં આવ્યા નથી.
નિવેદન : નટુભાઈ પટેલ મુખ્ય શિક્ષક, ગંગપુર

હાલ કોરોના મહામારીના કારણે સરકારની ગાઇડ લાઇન મુજબ શાળાઓ બંધ હોય જેના પગલે શાળામાં અભ્યાસ અર્થે આવતા ગરીબ પરિવારના બાળકોની ગેરહાજરીમાં છત તૂટી પડતાં કોઈ ગંભીર ઘટના બની ન હતી પરંતુ જો શાળા ચાલુ હોત અને તે દરમિયાન છત તૂટી પડવાની ઘટના બની હોત તો ગરીબ પરિવારના માસુમ બાળકોના જીવના જોખમની જવાબદારી કોની બનેત ?

 

Related Articles

Back to top button