गुजरात

આંકડા લખી જુગાર રમાડનારને વાંસદા પોલીસે દ્વારા રંગેહાથ પકડાયા.

Anil Makwana

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

વાંસદા પોલીસ મથકના સિનિયર પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલા તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેમની ટીમને બાતમી મળી હતી કે, વણારસી ગામે વચલા ફળિયામાં રહેતો પરસોતભાઈ બહાદુરભાઈ પટેલ આંકડા લખી વરલી મતકાનો હરજીતનો જુગાર રમાડે છે, તેમજ હાલમાં પણ તેની પ્રવૃત્તિ ચાલુ જ છે. સ્ટાફને બાતમીથી વાકેફ કરી સરકારી તથા ખાનગી વાહનમાં બેસી બાતમી વાળી જગ્યાએ જતા એક ઈસમ વરલી મટકાના આંક લખતો હોય અને બીજા ઈસમ ટોળું વળીને ઉભા હતા તેથી કોર્ડન કરીને રેઇડ કરતાં તમામ લોકો પકડાઈ ગયા હતા. જેમના નામ ઠામ પૂછતાં પરસોતભાઈ બહાદુરભાઈ નાયકા પટેલ, ઉ.વ.૪૨, રહે, વચલા ફળીયા, વણારસી, જ્યોતિષભાઈ બચુભાઈ નાયકા પટેલ, ઉ.વ.૨૫, રહે, વચલા ફળીયા, વણારસી, અલ્કેશભાઈ વલ્લભભાઈ વળવી, ઉ.વ.૩૦, રહે, કાદવાળીયા ફળીયા, વણારસી, હસમુખભાઈ પ્રવીણભાઈ ગાવડા, ઉ.વ. ૨૭, રહે, કાદવાળીયા ફળીયા, વણારસી, મનિષભાઈ રોશનભાઈ ગાવડા, ઉ.વ.૨૩, રહે, ડુંગરી ફળીયા, વણારસીને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ કુલ રૂ.૨૧,૦૩૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો તેમજ આગળની તપાસ સિનિયર પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલા કરી રહ્યા છે.

Related Articles

Back to top button