गुजरात

કાસેઝમાં CNG સિલિન્ડર બનાવતી એસો. હાઈ પ્રેશર ટેક્નો. અને તેના ડાયરેક્ટર સામે CBI ની તપાસ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

 

 

Kasez ની એક કંપનીએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને ૧૩૪.૪૩ કરોડની ખોટ જાય તેવી ગતિવિધિ હાથ ધરતાં બેંકે કરેલી ફરિયાદ અન્વયે કેન્દ્રીય તપાસ સંસ્થા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા આ કંપનીના ડાયરેક્ટરો તથા અન્ય કેટલાક અજાણ્યા જાહેર ક્ષેત્રના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે . નવી દિલ્હીથી સીબીઆઇએ જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે યુનિયન બેંકના ભંડોળનો ગાંધીધામ સ્થિત કંપની મેસર્સ એસોસિયેટસ હાઇપ્રેશર ટેકનોલોજિસ પ્રા . લિ . તથા તેના ડાયરેક્ટર્સ , ગેરન્ટર્સ દ્વારા ખોટી રીતે ઉપયોગ કરીને ગેરરીતિ પૂર્વક ફાયદો લેવા પ્રયાસ કરાયો હતો . આ કંપનીનો ઇરાદો બેંકને ઠગવાનો હોવાનો આક્ષેપ કરીને કંપનીએ બેંકનું ભંડોળ અન્ય બેંકિંગ ચેનલનાં માધ્યમથી અન્યત્ર વાળ્યું હતું તથા તેમાં બેંકનાં ધિરાણ અંગેના નીતિ નિયમોનો ભંગ કરાયો હતો . જેનાં પરિણામે યુનિયન બેંકને ૧૩૪.૪૩ કરોડનું નુકસાન થઇ રહ્યું હતું . આ ફરિયાદના આધારે આજે સીબીઆઇએ મુંબઇમાં કંપની તથા ડાયરેક્ટર્સના કુલ ૬ ઠેકાણે દરોડા પાડી કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા . સીબીઆઇએ નોંધેલા આ કેસમાં કંપનીના ડાયરેક્ટર્સ રામચંદ કે . ઇસરાણી , મોહંમદ ફારૂક સુલેમાન દરવેશ , શ્રીચંદ સંતરામદાસ અગિયા , ઇબ્રાહીમ સુલેમાન દરવેશ , મનોહરલાલ સતરામદાસ અગિયા , સતીશ સુંદરલાલ અગિયા તથા અન્ય કેટલાક અજ્ઞાત કર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે

Related Articles

Back to top button