गुजरात

ખ્રિસ્તી ધર્મના નાતાલ કાર્યક્રમને પરવાનગી નહિ આપવામાં માટે માટે રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા વાંસદા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

વાંસદા મામલતદાર ઓફિસ ખાતે ખ્રિસ્તી ધર્મના નાતાલ કાર્યક્રમને પરવાનગી નહિ આપવામાં માટે માટે રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ.કે હાલમાં આખુ વિશ્વ કોરોનાની મહામારીમાં લડાઈ લડી રહયુ છે.આ કોરોનાની વૈશ્વિક મહામારી નાં લડાઈમાં સૌ કોઈનો અતિ આવશ્યક સહયોગ જરૂરી છે. સરકારશ્રી દ્વારા આ અંગે વારંવાર પગલા ભરવામાં આવ્યા છે.પરંતુ સમસ્ત ગુજરાતનાં ચર્ચોએ કોવિડ-૧૯ અંગેનાં સરકારનાં આદેશોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહયુ છે.ખ્રિસ્તી સમાજ ચર્ચમાં પ્રાથના કરવાનાં નામે મોટી સંખ્યામાં ભેગા થાય છે.અને કોઈ પણ પ્રકારની તકેદારી રાખ્યા વગર કલાકો સુધી બેસી પ્રાથના કરી રહયા છે.પરિણામે આ પ્રાથનાનાં નામે થતા કાર્યક્રમોથી કોરોનાની મહામારી વધી જવાની શકયતાઓ વધી જાય છે.સરકારશ્રીનાં આદેશ મુજબ કોરોના મહામારી ના વધે તે માટે હિન્દૂ ધર્મનો નવરાત્રી મહોત્સવ યથા યોગ્ય રીતે ઉજવવા અને સરકારશ્રીનાં આદેશોનું પાલન કરવા કટિબદ્ધ છે.જ્યારે ચર્ચો સરકારશ્રીનાં કોરોના અંગેનાં આદેશોને નકારી કાઢે છે.જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ગણી શકાય.જેથી રાષ્ટ્રીય જનમંચ દ્વારા વિનંતી કરતા જણાવ્યુ છે કે ચર્ચોમાં ખ્રિસ્તી સમાજ દ્વારા થતી સામુહિક પ્રાર્થના કાર્યક્રમો બંધ કરવામાં આવે અને લાગતી વળગતી વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આવી વ્યક્તિઓ સામે જો તંત્ર દ્વારા કડક કાર્યવાહી જો ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં રાષ્ટ્રીય જનજાતિ સમાજ વિવિધ કાર્યક્રમો આપશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહશેની ચીમકી ઉચ્ચારી છે.

Related Articles

Back to top button