गुजरात

જૂનાગઢના ભેસાણ પોલીસ દ્વારા માસ્કની ખાસ ડ્રાઈવ કરી પોઇન્ટ ઉપર ચેકીંગ હાથ ધરી, માસ્ક નહીં પહેરવા બદલ , 30 વ્યક્તિઓને દંડ ફટકાર્યો..

Anil Makwana

જૂનાગઢ

રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા* હાલમાં લોક ડાઉન મા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવી હતી
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણ પી,એસ, આઈ, રવીરાજ જાડેજા તેમજ પોલીસ ટિમ કોડિયાતરભાઈ, કેતનભાઈ,રામભાઈ,પૂજબેન દ્વારા પોઇન્ટ ઉપર ચેકીંગ હાથ ધરી, માસ્ક વગર ફરતા લોકોને માસ્ક નહીં પહેરવા બદલ ,30, લોકોને રૂ. 200 દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેમજ ભેસાણ પોલીસે કોરોના વાયરસનું સંક્રમણ ન વધે માટેથી લોકોના સ્વસ્થ્ય માટે તકેદારીના ભાગ રૂપે જાગૃતિ લાવવામાટે લોકોએ સાવચેતી રાખી, માસ્ક પહેરવા જોઈએ, એવી ભાવના પણ લોકમાં જાગૃત કરવામાં આવે છે

Related Articles

Back to top button