गुजरात

ઉનાઈ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકશાન વેઠવાનો વારો..

આંબા પર મોરવા આવવાની શરૂવાતે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકશાન

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

ઉનાઈ પંથકમાં કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક કઠોળ,વાલોડ પાપડી,તુવર તેમજ કેરીના પાકને મોટા પાયે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે

પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છુ ગાયો માટેના પુળેટીયા અચાનક આવેલા વરસાદમાં પલળી જતા ખુબજ નુકશાન થવા પામ્યું છે- કમલેશભાઈ ગામીત( માજી સરપંચ બારતાડ)

ઉનાઈ પંથકમાં મોટા ભાગના ખેડૂતો ડાંગર, ભીંડા, શાકભાજી તેમજ રોકડીયા પાકો કરતા હોય છે તેમજ કેરી વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે અહીંની કેસર અને રાજાપુરી જેવી કેરીઓની માર્કેટમાં ખૂબ માંગ હોય તેથી અહીંના ખેડૂતો પાક સારો આવે એના કારણે આંબાવાડીઓમાં ખર્ચ કરી દવાનો છંટકાવ કરાવતા હોય છે અને આંબા વાડીઓની માવજત કરતા હોય છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે કેરીના પાકમાં નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે હાલમાં આંબાઓ પર મોરવા આવવાની શરૂવાત થવાના સમયે કમોસમી વરસાદને કારણે આંબાઓ પર મોરવાને નુકશાન થવાના કારણે આ વર્ષે કેરીના પાકને મોટું નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઇ રહી છે આ સમય ગાળામાં આંબાઓ પર મોરવા આવતા હોય છે તેથી અહીંના ખેડૂતો આંબાઓ પર દવાનો છંટકાવ કરતા હોય છે જોકે કમોસમી વરસાદને કારણે છંટકાવ કરેલી દવા ધોવાઈ જવાના કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે

કમોસમી વરસાદના કારણે મોટે ભાગના ખેડૂતોને ઘાસના પુળેટીયા તથા ભીંડામાં અને આંબા પર આવતા મોરવાઓને નુકશાન થવા પામ્યું છે – મનીષભાઈ ગામીત સ્થાનિક ખેડૂત ચરવી

ઉનાઈ પંથકમાં મોટે ભાગે લોકો ચોમાસા દરમિયાન ડાંગરની ખેતી કરતા હોય છે જે દિવાળી પર ડાંગર કાપણી કરી ડાંગરમાંથી ભાત ઝૂડી ગાય ભેંસ માટે ડાંગરના પુળેટીયા બાંધી ખેતરમાં કુંડું બનાવી ઢગ કરતા હોય છે અચાનક આવેલા વરસાદને કારણે ઘણા ખેડૂતોના પુળેટીયા ખરાબ થવા પામ્યા છે તેમજ અહીના ખેડૂતો મોટે ભાગે રોકડીયા પાક તરીકે ભીંડાની ખેતી કરતા હોય છે હાલ ભીંડાના છોડ પર ફૂલ અવિયા હોય જે વરસાદનના કારણે ખરી જવાથી પણ ખેડૂતોને નુકશાન વેઠવું પડી રહ્યું છે

 

Related Articles

Back to top button