मनोरंजन

આલિયા સાથે ફિલ્મ બનાવવાનો ઇમ્તિયાઝ અલીનો ઇશારો | Imtiaz Ali hints at making a film with Alia



– 2014માં બન્નેએ હાઇવે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું

મુંબઇ : ઇમ્તિયાઝ અલીએ ૨૦૧૪માં આલિયા ભટ્ટ સાથે હાઇવે ફિલ્મ બનાવી હતી. હવે તે ફરી આલિયા સાથે ફિલ્મ બનાવે તેવો આડકતરો ઇશારો તેણે કર્યો છે. ઇમ્તિયાઝ અલીએ એક વાતચીત દરમિયાન કહ્યું હતુ ંકે, આલિયાને હાલમાં જોતાં જ હું આશ્ચર્યમાં પડી ગયો હતો. તે ઘણી સુંદર દેખાતી હતી અને હવે મારા ધ્યાનમાં તે ફરી આવી ગઇ છે. એક દિગ્દર્શક તરીકે આલિયા સાથે કામ કરવાની ઇચ્છા થાય એ સહજ છે. 

જોકે ડાયરેકટર પોત ેકોઇ નવા પ્રોજેક્ટની સ્પષ્ટતા કરી નથી. પરંતુ તેની વાત પરથી લોકો માની રહ્યા છે કે, તે આલિયા સાથે કોઇ ફિલ્મ બનાવવાના પ્રયાસમાં છે. 

આલિયા ભટ્ટ પોતાની કારકિર્દીમાં વિવિધ પાત્ર  પર હાથ અજમાવી રહી છે. હાલમાં જ રિપોર્ટ હતો કે, યશરાજ ફિલ્મસની આલ્ફામાં અભિનેત્રી કિલરના રોલમાં જોવા મળશે.



Source link

Related Articles

Back to top button