गुजरात

અમદાવાદ: ડમી RC બુક બનાવવાનું કૌભાંડ, વાહન માલિકની જાણ બહાર જ બની જતી હતી RC બુક, ત્રણની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વિઠ્ઠલાપુર પોલીસે નકલી આર.સી. બુક બનાવતી ગેંગની ધરપકડ કરી છે. નવાઇની વાત તો એ છે કે આરોપીઓ રાજ્યના અલગ અલગ આરટીઓ ની આર.સી. બુક ફક્ત વાહન નંબર ના આધારે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર વાહન માલિકની જાણ બહાર બનાવી આપતા હતા. આ શખ્સો પાસેથી 1,500થી વધુ જેટલી અલગ અલગ પ્રકારની આર.સી. બુક મળી આવી છે.

અમદાવાદ ગ્રામ્યમાં આવેલા વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ડુપ્લીકેટ આર.સી. બુક બનાવવાનું કૌભાંડ આચરી રહ્યા છે. જેને લઇને વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. મનોહરસિંહ વાઘેલાએ તેમની ટીમને કામે લગાડી હતી. તેમની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે વિક્રમ ઉર્ફે વિકી પાટીદારની ધરપકડ કરી છે. આરોપી વિક્રમ ઘોડાસર ખાતે અર્પણ રો-હાઉસમાં રહે છે અને સુભાષબ્રિજ આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરે છે.

આરોપી બીજા આરટીઓ એજન્ટ પાસેથી નકામી આર.સી. બુક રૂપિયા 20થી 25માં ખરીદી કરતો હતો અને ડમી આર.સી. બુક બનાવવા માટે ગ્રાહક શોધી લાવી પોતાનું કમિશન રાખી ડમી આર.સી. બુક ધર્મેન્દ્ર પટેલ પાસે બનાવતો હતો. પોલીસે આરોપી ધર્મેન્દ્ર પટેલની પણ ધરપકડ કરી છે. આ આરોપી વિક્રમ નામના આરોપી પાસેથી સ્ક્રેપ આર.સી. બુક ખરીદી વિક્રમ તથા તેના જેવા અન્ય આરટીઓ એજન્ટો પાસેથી ગ્રાહકોની આર.સી. બુક બનાવવાનું કામ લઈને ચિરાગ ચૌહાણ નામના આરોપી પાસે જતા હતા.

Related Articles

Back to top button