गुजरात

ગુજરાતમાં અમદાવાદ-સુરત સહિત છ કોર્પોરેશનની ચૂંટણી ક્યારે યોજવા ભાજપ-રૂપાણી સરકારે શરૂ કરી તૈયારી ? જાણો મોટા સમાચાર

અમદાવાદ: કોરોના વાયરસ મહામારીના કારણે સરકારે કોર્પોરેશનની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલવવામાં આવી હતી. હવે વિધાનસભાની પેટાચૂંટણી બાદ કોર્પોરેશનની ચૂંટણી યોજવા રૂપાણી સરકાર તૈયારીઓ શરુ કરી રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન બોડીની ટર્મ પૂરી થઈ રહી છે. એવામાં રાજ્ય ચૂંટણીપંચે દરેક જિલ્લા કલેકટર પાસે કોવિડ ગાઇડલાઇન્સ હેઠળ વ્યવસ્થા અંગેનો રિપોર્ટ માગ્યો છે. ત્યારે ચૂંટણી ફેબ્રુઆરીના અંતમાં યોજાય એવી શક્યતા છે.

કોર્પોરેશનની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ કાર્યાલય પર બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભવ્ય જીત બાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ અને સંગઠનોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણીપંચે કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર પાસે મતદાન મથકો પર કોવિડ ગાઈડલાઈન મૂજબ બૂથની તૈયારી અંગેની રિપોર્ટ મગાવ્યો છે.

વર્તમાન સ્થિતિ પ્રમાણે જાન્યુઆરીમાં ચૂંટણી જાહેરનામું બહાર પડે તેવી શક્યાતાઓ છે અને ફેબ્રુઆરીના અંતમાં મતદાન થઈ શકે છે અને માર્ચમાં નવા મેયર બને એવી શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close