गुजरात

ગર્ભવતી મહિલાનું માસ્ક નાક પર હોવાથી દંડ થયો, રાજકોટ બાદ સુરતમાં પોલીસ-દંપતિ વચ્ચે માથાકૂટ

કોરોનાવાયરસનું સંક્રમણ વધે નહીં તે માટે લોકો ફરજીયાત માસ્ક પહેરે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવામાં રાજકીય નેતા કે અધિકારી માસ્ક વગર શહેરમાં ફરી શકે છે પણ સામાન્ય વ્યક્તિનું ફરવું મુશ્કેલ છે. તેવામાં સુરત પોલીસેને લોકોને માસ્ક પહેરાવવા કરતા દંડ વસૂલવામાં વધુ રસ ધરાવતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે પોલીસ કમિશનર ઓફિસ પાસે એક ગર્ભવતી મહિલા નાક નીચે માસ્ક પહેરેલ હોવાને લઈને પોલીસે આ મહિલાની ગાડી અટકાવી માથાકૂટ કરી દંડ કારવિયો હતો અને પોતાની બહાદુરી બતાવી હતી

કોરોના મહામારીનો બીજો રાઉન્ડ શરુ થયો છે ત્યારે લોકો કોરોનાની ગાઈડ લાઇનનો અમલ કડકપણ કરે તેવી સૂચના સરકારે આપી છે ત્યારે કોરોના ગાઈડલાઇનનો અમલ લોકો કરે કે ના કરે પણ સુરત પોલીસને તો માત્ર દંડ કરવાનું બહાનું મળી ગયું છે.

Related Articles

Back to top button