રાજયસભા સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નાઇથી રાજકોટ લવાશે, કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થશે અંતિમવિધિ
ભાજપના રાજયસભા સાંસદ અભય ભારદ્વાજનું પહેલી ડિસેમ્બરનાં રોજ 66 વર્ષની ઉંમરે ચેન્નાઈ ખાતે કોરોના સારવાર દરમિયાન મોત થયું હતું. કોરોનાથી તેમના ફેફસાને નુકસાન પહોંચ્યું હતુ અને તેની સારવાર માટે ચેન્નાઈ ખાતે ખસેડાયા હતા. જયાં તેમનું 56 દિવસની જીવન મૃત્યુની લડાઈ બાદ નિધન થયું હતું. ગત ઓગષ્ટ માસમા તેઓ કોરોનાથી સંક્રમિત થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ થયા હતા. શરૂમાં તેમની હાલતમા સુધારો થયો હતો. કોરોનાથી મુક્ત થયા પણ ફેફસાને ભારે નુકસાન પહોંચતા સારવાર માટે તેમને ચેન્નાઈ લઇ જવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નાઈથી રાજકોટ લાવવામાં આવશે. કોવિડ ગાઇડલાઇન પ્રમાણે અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનો જોડાવવાના છે.
એક નખશીખ સજ્જન અને બુદ્ધિજીવી હતા ભારદ્વાજ
અજય ભારદ્વાજ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર હતા. તેઓ રાજકોટ શહેરના જાણીતા વકીલ પણ હતા અને તેમનું પરિવાર આખું ભાજપમાં સામેલ છે. ભારદ્વાજે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને વકિલાત કરતા હતા. તેઓ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા હતા. આ સાથે તેઓ પરશુરામ સંસ્થાનના સ્થાપક હતા. તેમના પરિવારમાંથી તેઓ અને ભાઈ નીતિન ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ લો કમિશનના તેઓ સદસ્ય પણ રહી ચુક્યા છે.