गुजरात

કોરોનાકાળમાં ગંભીર બેદરકારી : નવસારીની CBSC શાળામાં ધો.12નાં વિદ્યાર્થીઓને બોલાવાયા

રાજ્યભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે શાળાઓ શરૂ કરવાનો સરકારનો નિર્ણય પણ પાછો ખેંચવામાં આવ્યો છે અને હાલ રાજ્યની તમામ શાળાઓ બંધ છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 12નાં વર્ગો થયો છે. આ અંગેના વીડિયો પણ સામે આવ્યાં છે.

આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, ધોરણ 12નાં વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા શાળામાં બોલાવીને ભણાવવામાં આવી રહ્યું છે. જેમાં 25 જેટલા વિદ્યાર્થીઓને એક શિક્ષક ભણાવી રહ્યાં છે. આ શિક્ષકે ભણાવતી વખતે માસ્ક પણ પહેર્યું નથી.

કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં વર્ગો શરૂ કરનાર સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના આચાર્યુંનું કહેવું છે કે, શાળા શરૂ કરવા માટે વાલીઓનું દબાણ હતું. વાલીઓએ રજૂઆત કરી હતી કે, શાળાનાં બાળકોનું ભણતર બગડી રહ્યું છે. તેથી અમે શાળા શરૂ કરી છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે, અમારૂં સીબીએસઇ બોર્ડ છે એટલે અમને બોર્ડે એવું કહ્યું છે કે, જો બાળકોને અભ્યાસક્રમમાં કંઇ ખબર ન પડતી હોય તો તમે તેમને શાળામાં બોલાવી શકો છો. એટલે જ અમે ક્લાસ શરૂ કર્યા હતાં.

Related Articles

Back to top button