गुजरात

દહેગામ નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા યોજાઇ.

Anil Makwana

દહેગામ

રિપોર્ટર – આર.જે.રાઠોડ..

દહેગામ નગર સેવા સદન કચેરીના સભાખંડમાં પ્રમુખ બિમલભાઇ અમીન – ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડની તેમજ સચિવ પદે ચિફ ઓફિસર રૂદ્રેશભાઇની ઉપસ્થિતિમાં પાલિકાની છેલ્લી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ. સામાન્ય સભામાં દહેગામ નગરપાલિકાના વોર્ડ વિસ્તારોમાં જાહેર હિતના વિકાસના કામ કરવાની બહુંમતી થી બહાલી આપવામાં આવી હતી.

દહેગામ ઔડા ગાર્ડન જનતાના મનોરંજન માટે ને જનહિત માટે બનાવવા આવેલ તેવાં ઔડા ગાર્ડનની બદતર હાલત થવાની ચર્ચા છણાવટ કરાઇ હતી. તથા પાલિકાના વોર્ડ નં. ૧. આવેલ આરામગૃહનો સુધારો કરવા ચર્ચા કરાયેલ. સરદાર શોપીંગ સેન્ટર સુધારો કરવાની જાહેરાત કરવામાં આવેલ. તેમજ દહેગામમાં ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે તે માટે સવાલ ધ્યાનમાં લેવામાં આડેધડે લારીઓ ખડકી દેતા તેની વ્યવસ્થા હાથ ધરાશે અંતે પૂર્વ પ્રમુખ બૈજુભાઇ અમીન એક પોતાની શૈલીમાં જણાવેલ કે પાલિકાના નગર સેવકો (સદસ્ય) એ સારી પ્રશંસનીય કામગીરી કરી હશે તો દહેગામની જનતા પુષ્પમાળા પહેરાવી અભિનંદન આપશે. અને જેને સારી કામગીરી કરી નહિ હોય તેવા સદસ્યને નગરજનો જૂતાં પહેરાવશે આ મુદ્દાને સદસ્યગણ વધાવી લીધો હતો. અંતે શાસકપક્ષે વિકાસ કામોમાં વિપક્ષે ખોટા અવરોધ ઉભા કર્યા નો હતા કર્યા તેથી શાસકપક્ષે વિપક્ષનો અને તમામ સદસ્યગણ આભાર માન્યો હતો.

Related Articles

Back to top button