UNCATEGORIZED
ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી દશેરાની નિમિત્તે શસ્ત્રપૂજનના કાર્યક્રમ યોજાયો હતો
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
આમોદ પોલીસ સ્ટેશન ખાતે આજે દશેરાનો તહેવાર હોય હિન્દુ શાસ્ત્ર મુજબ આમોદ ખાતે મંદિરના મહારાજ ને પોલીસ મથકમાં બોલાવી શસ્ત્રો અને હથિયાર જેવા કે રિવોલ્વર, બંદૂક, સ્ટેનગન, ને ફૂલહારથી શણગારી આમોદ પોલીસ પી,એસ,આઇ. કે,એચ,સુથાર સાહેબના હસ્તે પૂજા વિધિ કરવામાં આવી હતી. આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો કેતનભાઇ, મહેન્દ્રસિંહ ખેર, મહેન્દ્રસિંહ lib, સુરેશભાઈ, તથા આમોદ હોમગાર્ડ ના હેડ ચંદુભાઈ પટેલ અને બીજા હોમગાર્ડ વગેરે જવાનો એ હથિયાર ની પૂજા વિધિમાં જેડાઇ શસ્ત્ર પૂજન કરી આમોદ પોલીસ સ્ટેશનની પરંપરા યથાવત રાખી હતી..