गुजरात

ગાંધીનગર : વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 244 કરોડ ફાળવાયા

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યમાં કોરોના સંક્રમિતોને શ્રેષ્ઠ સારવાર, દવાઓ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સંવેદનશીલ ભાવ સાથે મુખ્યમંત્રી રાહતનિધિ (CM Relief Fund)માં કોરોના માટે વિશેષ ફંડ-દાન ભંડોળ અંગે રાજ્યના નાગરિકોને કરેલી અપીલનો વ્યાપક પ્રતિસાદ સાપડ્યો છે. મુખ્યમંત્રી રાહતનિધીમાં કોરોના સામેનો જંગ લડવા પ્રાપ્ત થયેલા દાન ભંડોળમાંથી વિજયભાઇ રૂપાણીએ અત્યાર સુધીમાં રૂ. 244 કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારના નાગરિકોના કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યાં છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને જરૂરી દવાઓ, ઇન્જેક્શન તેમજ સારવાર સુવિધાઓ સરકારી ખર્ચે મળી રહે તે માટે રાજ્યની મહાનગરપાલીકાઓ અને આરોગ્ય વિભાગને મુખ્યમંત્રી રાહતનિધીમાંથી ખાસ રકમ ફાળવી છે. તદઅનુસાર તેમણે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 50 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. 15 કરોડ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.10-10 કરોડ, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 5-5 કરોડ કોરોનાના સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ફાળવ્યા છે.

મુખ્યમંત્રી રાહત નિધિમાથી કોરોના ફંડની જે રકમ મહાનગરોને કોરોના સામે જરૂરી દવાઓ ઇન્જેક્શન તેમજ અન્ય આરોગ્ય વિષયક સુવિધાઓ ઉભી કરવા આપી છે તેના પરિણામે રાજ્યમાં લગભગ 80 ટકા કોરોના સંક્રમિત લોકો સારવારનો લાભ લઈને સાજા થઈ પોતાના ઘરે ગયા છે. મુખ્યમંત્રી જે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ છે એવા મહાનગરોમાં ડેડિકેટે કોવિડ હૉસ્પિટલ, સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, ઘનવંતરી આરોગ્ય રથ, કન્ટેમેન્ટ ઝોન વગેરે માટે પણ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી ફાળવણી કરી છે .

Related Articles

Back to top button