गुजरात
માંડવીના મંદિરમાંથી ચાંદીના મુકુટ અને છત્રની ચોરી | Silver crown and umbrella stolen from Mandvi temple

![]()
વડોદરા,માંડવી વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરમાં ૪૦ વર્ષ પહેલા ભેટમાં આવેલા ચાંદીના છત્ર અને મુકુટ ચોરી થઇ જતા વાડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૃ કરી છે.
માંડવી પટોડિયા પોળમાં રહેતા વિનય પરિમલભાઇ દવે નજીકમાં જ આવેલા સંકટ મોચન હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરે છે. મંદિરમાં જાળીવાળા બે દરવાજા છે. બહારનો દરવાજો કાયમ ખુલ્લો હોય છે. અંદરનો દરવાજો પૂજા પાઠ માટે જ મહારાજ ખોલતા હોય છે. મંદિરમાં પૂજા પાઠનો સામાન અને વસ્ત્ર, આભૂષણો હોય છે. ગત ૧૦ મી તારીખે મહારાજ મંદિર બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ મંદિરે આવ્યા ત્યારે હનુમાનજીની મૂર્તિનો મુકુટ અને છત્ર ગાયબ હતા. ચોરે જાળીમાંથી હાથ નાખી કબાટ ખોલી ચાંદીના છત્ર અને મુકુટ કિંમત રૃપિયા ૭૦ હજારના ચોરી લીધા હતા.


