गुजरात

મોરબી : કાલના ધારાસભ્ય નો વિરોધ, આજના મંત્રીને સન્માન જેવા નેતા એવી જ પ્રજા!..?

Anil Makwana

મોરબી

રફીક અજમેરી

મોરબી માળીયા મતવિસ્તારમાં પેટા ચૂંટણી દરમિયાન મોરબી શહેર જિલ્લાના અમુક વિસ્તારોમાં પક્ષપલટા ના પરિણામે વિરોધ પ્રદર્શન ધારાસભ્યનું કરવામાં આવ્યું હતું એ જ ધારાસભ્ય મંત્રી પદ સંભાળતા ની સાથે સ્નેહમિલન સહિત સન્માન સમારંભ કાર્યક્રમો અવારનવાર થતા રહે છે તેથી એવું લાગે છે કે જેવા નેતા એવી પ્રજા…? મોરબી માળીયા મતવિસ્તારમાં સતત ભાજપનો ગઢ રહ્યું છે છતાં વિકાસ જેવું મોટાભાગે માત્ર કાગળ પર જ થઈ હોય એવું સમસ્યા સ્વરૂપે અખબારોના સમાચાર અવારનવાર બને છે જેમકે શહેર-જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો તેમજ સ્વચ્છતા નો અભાવ ચોમાસામાં અવારનવાર ઘરોમાં પાણી ઘુસી જવા વરસાદના પાણી સાથે ગટરના પાણી પણ લોકોના ઘરમાં તલાવડા ની માફક ફરી વળતા હોય છે અધૂરામાં પૂરું આજની તારીખે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ ના દર્શન દુર્લભ છે લાંબા રૂટની ટ્રેન નો મોટાભાગે અભાવ રહ્યો છે તો આ મોરબી જિલ્લો વિકાસ લક્ષી દિશામાં ક્યારે? વિરોધ પક્ષના નેતાઓમાં પણ વિરોધ પ્રદર્શિત કરવા ની સપતા નબળી પડી હોવાના કારણે અન્ય પક્ષો પણ ચુટણી સમયે દેખાતા રહ્યા છે જેના પરિણામે ભાજપને બારેમાસ સત્તા નો સવાદ રહ્યા છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી મોરબી મા સરકારી શાળાઓમાં શિક્ષકોની સતત ઘટ રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત સહિત મતદાર પ્રજાને પાણી અને લાઈટની સમસ્યા કાયમી સિર દર્દ સમા રહી હોય તેમ મહેસૂસ કરી રહ્યા છે મોરબી માળીયા( મી.)જેવા રણ વિસ્તારોમાં મીઠાના અગરિયાઓ નો વિકાસ માત્ર કાગળ પર જતો હોય તેમ રણ વિસ્તારોમાં અનેક પ્રકારની સુવિધાથી લોકોને મીઠા પીવાના પાણી સ્ટ્રીટ લાઈટ એસટી બસ જેવી સુવિધાનો અભાવ રહ્યો છે છત્રા વિકાસ… વિકાસ… સાથે આઝાદીકા અમૃત નો સવાદ પ્રજાને કેવો? એતો મોરબી-માળિયા (મી.) મત વિસ્તારની પ્રજા જાણે ગત પેટા ચૂંટણી અંતર્ગત પક્ષ પટ્ટામાં ચૂંટાયેલા ધારાસભ્ય એ રાજીનામું ધરી દેતા પક્ષના લોકો સહિત અન્ય મતદાર પ્રજા જે ધારાસભ્ય નો વિરોધ કરી રહ્યા હતા અને મોટા મોટા બેનરો મારી દેતા મોરબી અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં તે અખબારના સમાચાર બન્યા હતા આજે એ ધારાસભ્ય મંત્રીપદ સંભાળતાની સાથે ઘણા બધા લોકો દ્વારા સન્માન સાથે આવકાર આપવા લાગ્યા છે તેથી એવું લાગી રહ્યું છે કે જેવા નેતા એવી પ્રજા તેમાં ક્રાંતિકારી ના અને વિકાસના દર્શન ક્યારે? થાય એ તો આવનાર સમય જ કહેશે હાલ 2022 વિધાનસભા ચૂંટણી અંતર્ગત મોરબી શહેર જિલ્લામાં જનસંપર્ક સહિત સ્નેહમિલન કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મતદાર પ્રજાની સમસ્યા નો અંત ક્યારે ? થશે એ દરેક મતદાર પ્રજાએ આજના ડીજીટલ યુગ ને ધ્યાને રાખી પ્રજા ચિંતક પ્રજાના પ્રતિનિધિ ને પરખવાની તાતી જરૂરિયાત છે

 

Related Articles

Back to top button