गुजरात

મોટા માંઢા ગામમાં આવેલ એસ્સાર પાવર ગુજરાત કંપની દ્વારા કોલસીની ભુક્કીના બેફામ પ્રદુષણ ને લીધે આસપાસ ના વિસ્તારની જનતા ત્રાહિમામ

Anil Makwana

ગુજરાત

એસ્સાર પાવર ગુજરાત કંપની દ્વારા કોલસીની ભુક્કીના બેફામ પ્રદુષણ ને લીધે આસપાસ ના વિસ્તારમાં જાહેર આરોગ્ય, પર્યાવરણ, ખેતી, માનવ વસાહત તેમજ સમગ્ર સજીવ સૃષ્ટિ માટે ભયંકર ખતરા જનક સાબિત થઈ રહી છે. આ અંગે જવાબદાર પ્રશાસન સમક્ષ અનેક લેખિત ફરિયાદો છતા. કંપનીના જવાબદારોના પેટનુ પાણી હલતુ નથી. વળી કોલસીની ભૂકીનાં પ્રદુષણ નુ પાપ છુપાવવા નજીકના તળાવોમાંથી કોલસીની ભૂક્કી ના કોથળા ભરવામાં આવે છે. અગાવ SDM ખંભાળિયા દ્વારા CRPC-133 મુજબ નોટિસ પાઠવી આપવામાં આવેલ હુકમ નુ સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. હુકમની એક પણ શરતોનું પાલન નથી થતુ. ત્યારે GPCB પણ માત્ર કાગળ ઉપર જ કામગીરી કરી સંતોષ માની લે છે. શુ આટલી વિશાળ ખૂલ્લી જગ્યામાં રાક્ષસી મહાકાય કોલસીની ભુક્કીના ઢગલાઓ કેટલા અંશે ઉચિત તેવો સવાલ લોકોમાં થઈ રહ્યો છે. દુર્ગંધ અને ચીમનીઓ ની સતત ઊડતી ડસ્ટ આખિર આ બધુ ક્યાં સુધી તેવો સવાલ થાય છે…???

Related Articles

Back to top button