गुजरात

કેશોદ તાલુકામાં 4200 ગ્રેડ પે ની માંગણી સાથે પ્રા શિક્ષકાેએ ઓનલાઇન પ્રતિક ધરણાં કાર્યક્રમ યાેજયા હતાં જેમાં સન 2010 કે તે પછી ભરતી થયેલા તાલુકાના 70 કરતાં વધુ શિક્ષકો જાેડાયા હતાં.

Anil Makwana

જૂનાગઢ

રીપોટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ

સમગ્ર ગુજરાત રાજ્યની જેમ હવે દરેક તાલુકાના પ્રાથમીક શિક્ષકાે આેનલાઇન પ્રતિક ધરણા કાર્યક્રમ યાેજી 4200 ગ્રેડ પે ની માંગ કરી રહ્યા છે ત્યારે કેશાેદ તાલુકાના  70 કરતાં વધુ શિક્ષકાે પણ જાેડાયા હતાં અને પ્રતિક ધરણાં કાર્યક્રમમાં જાેડાઇ 4200 ગ્રેડ પે ની માંગ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતાે અનુસાર 2019 માં રાજય સરકાર દ્વારા 4200 ગ્રેડ પે ઘટાડી 2800 કરી નાખ્યાે હતાે જેનાે ઠરાવ ચાલું સાલમાં કરવામાં આવ્યાે હતાે જે અનુસંધાને ફેબ્રુઆરી માસમાં શિક્ષકાેની ગાંધીનગર ખાતે એક મીટિંગ યાેજાઇ હતી ત્યારબાદ લાેકડાઉન થતાં શિક્ષકાેએ સંગઠિત બની વિરાેધ નાેંધાવવા ઓનલાઇનનાે સહારાે લીધાે છે જેમાં દર મહિને શિક્ષકાેને 7 થી લઇ 8 હજાર પગાર ઓછાે મળે છે તેથી સાેશ્યલ મીડિયામાં સાેશ્યલ ડિસ્ટન્સ સાથે ફાેટાે કે વીડિયાે અપલાેડ કરી 4200 ગ્રેડનું સમર્થન મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાે છે જે અનુસંધાને ગત શુક્રવાર અને સાેમવાર રાજ્ય સરકારે મીટિંગ યાેજી જેમાં સફળતા ન મળતાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદાેલન તેજ કરવામાં આવી રહ્યું છે.

Related Articles

Back to top button