गुजरात

બાવળા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી પર થયેલ હુમલા બાબતે સબ ડિવિજનલ મેજીસ્ટ્રેટશ્રી બાવળાને આવેદનપત્ર આપ્યું

બાવળા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી પર થયેલ હુમલા ને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખશ્રી અશોક રાઠોડ,તેમજ દિગંત દવેએ કહ્યુ આવા હુમલા થશે તો અમો માસ સીએલ પર ઉતરશુ

દહેગામ

અનિલ મકવાણા

ગત તા.૩૦/૦૬/૨૦૨૦ના રોજ બાવળા મુકામે ચીફ ઓફિસરશ્રી,સ્ટાફ ન.પા હદ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી માટે જરૂરી પોલીસ બંદોબસ્ત મેળવીને કામગીરી શરૂ કરેલ ત્યારે દબાણ કર્તાઓએ ચીફ ઓફીસરશ્રીને પોલીસદળની હાજરીમાં સશસ્ત્ર હુમલો કરેલ, આ બનાવમાં ચીફ ઓફિસરશ્રી સિદ્ધાર્થભાઈ પટેલ ઘવાયેલ હતા. ઉપરોક્ત બનાવ અન્વયે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખશ્રી અશોક રાઠોડ,દિગંત દવેને સમાચાર મળતાં તુરતજ શ્રી સિદ્ધાર્થ પટેલ સાથે તેમજ સ્ટાફ સાથે ટેલિફોનિક ખબર અંતર જાણી આ બનાવને હળવાશથી નહીં લેવા અને જરૂર પડ્યે આંદોલન તેમજ માસ સીએલ સહિતના કાર્યક્રમો યોજી ગુનેગારોને સખ્તમાં સખ્ત કાયદાનુસાર સજા મળે એ માટે જરૂરી તમામ પગલાં લેવા મંડળ આપની સાથે છે એવી ચીફ ઓફીસરશ્રીને ખાતરી આપવામાં આવેલ અને ઉચ્ચ કક્ષાએ આ ઘટનાનું અન્ય નગરપાલિકાઓમાં પુનરાવર્તન ન થાય તેને ધ્યાનમાં રાખીને રજૂઆતો કરવામાં આવી.

Related Articles

Back to top button