मनोरंजन

પ્રિયંકા ‘વારાણસી’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે | Apart from ‘Varanasi’ Priyanka will also collaborate with Angelina Jolie



– હોલીવૂડ અને બોલીવૂડ વચ્ચે સંતુલનનો પ્રયાસ 

– હજાર કરોડથી વધુના બજેટ સાથે વારાણસી ભારતની સૌથી મોંઘી ફિલ્મ ગણાશે

મુંબઈ : હોલીવૂડમાં વર્ષોની મહેનત પછી પ્રિયંકા ચોપરા એસ એસ રાજમૌલીની મહત્વાકાંક્ષી એક્શન સાહસ ફિલ્મ ‘વારાણસી’માં ભવ્ય વાપસીની તૈયારી કરી રહી છે. જો કે સાત વર્ષના ગાળા પછી બોલીવૂડમાં કમબેક કરનારી પ્રિયંકાએ સ્પષ્ટતા કરી છે કે હોલીવૂડની પ્રતિબદ્ધતા તેના માટે સમાન મહત્વની રહેશે.

પ્રિયંકાએ તાજેતરમાં જાણકારી આપી કે તે આગામી પ્રોજેક્ટમાં  હોલીવૂડ સ્ટાર એન્જલિના જોલી સાથે સહયોગ કરશે, જો કે તેણે વિગતો ગુપ્ત જ રાખવાનું પસંદ કર્યું. હવે તે ફિલ્મ હશે, બ્રાન્ડ કેમ્પેન હશે કે પછી ચેરિટી તેની જાણકારી નથી આપી. પ્રિયંકાએ જોલી, પેનેલોપ ક્રુઝ અને સલમા હાયેકને પોતાની આદર્શ મહિલાઓ ગણાવી.

દરમ્યાન રૃા. ૧,૨૦૦થી ૧,૪૦૦ કરોડના બજેટ તેમજ ૨૭ એપ્રિલ, ૨૦૨૭ની નિર્ધારીત રજૂઆત સાથે ‘વારાણસી’ ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ સાબિત થઈ રહી છે. પ્રિયંકાએ પોતાની પાસે અનેક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હોવાની પણ જાણકારી આપતા કહ્યું કે તેણે હવે અર્થસભર ભૂમિકાઓ પસંદ કરવાની તેમજ પોતાની શરતે પ્રોજેક્ટ રચવાની સ્વતંત્રતા હાંસલ કરી લીધી છે.



Source link

Related Articles

Back to top button