मनोरंजन
ટાઇગરની હીટમેનમાં સંજના સાંઘી અને મહિમા મકવાણાની એન્ટ્રી પડી


– સુનીલ શેટ્ટી અને અમિત સઢની મહત્વની ભૂમિકા
– કન્નડ ફિલ્મની આ રીમેકનું નિર્દેશન સચીન રવિએ કર્યું છેઃ શૂટિંગ પૂર્ણ થઈ ગયું
મુંબઇ : ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ ‘હીટમેન’માં સંજના સાંઘી અને મહિમા મકવાણા પણ હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મના શૂટ વિશેનો એક વિડિયો બહાર આવ્યો છે તેમાં સુનીલ શેટ્ટી અને અમિત સઢ પણ દેખાય છે. ફિલ્મનું શૂટિંગ હવે પુરૂ થઇ ગયું છે. ટાઇગરની સાથે સંજના, મહિમા, સુનીલ અને અમિત એમ યુવાન અને પીઢ કળાકારોની હાજરીથી આ એક્શન ફિલ્મ સંતુલિત બનશે તેવી આશા જાગી છે.



