राष्ट्रीय

આ AI મુઝે માર : ભારતમાં એઆઈને પોતાનું કૌશલ્ય શીખવાડી બેકાર થવાનો અનોખો બિઝનેસ | This AI is killing me: A unique business in India where AI teaches its skills and becomes unemployed



– તમિલનાડુની કંપનીએ ગૃહિણીઓ, ફેક્ટરી અને ઓફિસ કામદારોને કામે લગાડયા

– કંપનીએ કામદારોના માથે કેમેરા લગાવી દીધા છે, જેમાં રેકોર્ડ થતા વીડિયોના માધ્યમથી એઆઈને શીખવાડવામાં આવશે 

– ગૃહિણીઓના કપડા વાળવા, વાસણ સાફ કરવા, રસોઈ બનાવવા, શાક સમારવા જેવા કામને હવેથી એઆઈ કરશે 

ચેન્નઈ : આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ એક એવી ટેકનોલોજી છે જેના કારણે અનેકની નોકરીઓ ગઈ છે અને અનેક નોકરીઓ જવાની ભીતિ છે. જે આઈડિયા વિચારવામાં માણસ દિવસો લે, જે કામ કરવામાં માણસ કલાકો લે, તે કામ આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સની મદદથી એક મિનિટ કે તેનાથી ઓછા સમયમાં થઈ રહ્યા છે. એઆઈ ટેકનોલોજી માટે ડેટા સર્વસ્વ છે. ત્યારે, ભારતમાં એક નવું બજાર ઊભું થયું છે. તમિલનાડુના કરુરમાં એઆઈ ડેટા કંપનીએ તેની શરૂઆત કરી દીધી છે. તેણે આ માટે ગૃહિણીઓ, ફેક્ટરી અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને એક અનોખું કામ સોંપ્યું છે. 

કંપનીએ કામદારોને ગો-પ્રો કેમેરા, સ્માર્ટ ગ્લાસિસ અને મોશન સેન્સર્સ આપ્યા છે. જે આ કામદારોએ પહેરીને કામ કરવાનું હોય છે. તેઓ જે પણ કામ કરે તેનો ડેટા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નવા મોડલને તૈયાર કરવા માટે થઈ રહ્યો છે. કેટલીક ગૃહિણીઓ પોતાના ઘરમાં કામ કરીને આ કંપનીને ડેટા પૂરો પાડી રહી છે. જેમાં, તેની કપડા વાળવા, વાસણ સાફ કરવા, રસોઈ બનાવવા, શાક સમારવા જેવા કામને રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. 

બીજી તરફ, ફેક્ટરીઓ અને ઓફિસમાં કામ કરી રહેલા કર્મચારીઓને પણ આ પ્રકારના કેમેરા લગાવવામાં આવ્યા છે. ફેક્ટરીમાં સોર્ટિંગ જેવા કામ કરતા કર્મચારીઓથી લઈને ઓફિસમાં ટેલી જેવા સોફ્ટવેર પર કામ કરી રહેલા કર્મચારીઓની તમામ વિગતો એઆઈને મળશે. ભારતના તમિલનાડુની આ કંપનીનો ડેટા વિશ્વની ટોપ ટેકનોલોજી કંપનીઓ અને ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓને આપવામાં આવશે. 



Source link

Related Articles

Back to top button