ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ayodhya Ram Mandir Donation Theft Allegations: Trust Demands SIT Probe From Yogi Government

![]()
Ayodhya Ram Mandir Donation Theft : ઉત્તર પ્રદેશના અયોધ્યા રામ મંદિરમાં ભક્તોએ આપેલા દાનની કથિત ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલો સામે આવ્યા બાદ મોટો વિવાદ ઊભો થયો છે, જેમાં હવે ખુદ રામ મંદિરના ટ્રસ્ટે વચ્ચે પડવું પડ્યું છે. ટ્રસ્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સીધી જ વિનંતી કરી છે કે, આ મામલાની SIT દ્વારા તપાસ કરાવવામાં આવે.
કથિત ચોરીની વાત સામે આવતા ટ્રસ્ટે CMને કરવી પડી રજૂઆત
રિપોર્ટ મુજબ, રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ જે નાણાંનું દાન કરે છે, તેને દાન પેટીમાં નાખવામાં આવે છે. હવે આ જ દાન પેટીમાંથી નાણાંની કથિત ચોરી થવાની વાત સામે આવી છે. જોકે આ કથિત મામલે છે અને તેની જાતજાતની અફવાઓ ફેલાઈ રહી છે, જેના કારણે લોકોમાં ભ્રમની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. આ અફવાઓના કારણે જ ટ્રસ્ટે મામલામાં કુદવું પડ્યું છે.
આ પણ વાંચો : લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર
ટ્રસ્ટની મુખ્યમંત્રી સમક્ષ ત્રણ માંગ
રામ મંદિરની દેખરેખ કરનારા સરકારી ટ્રસ્ટ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ દ્વારા કથિત ચોરી અંગે સીધું જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ને SIT તપાસ કરાવવાની વિનંતી કરી છે. ટ્રસ્ટે મુખ્યમંત્રી સમક્ષ ત્રણ માંગ કરી છે.
1… વિશેષ તપાસ દળ (SIT) દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરાવવામાં આવે. ઊંડાણપૂર્વક અને કોઈના દબાણ વખત તપાસ થઈ શકે તે માટે SITની વિશેષ ટીમ હોવી જોઈએ.
2… આ મામલાની સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ થઈ જોઈએ, જે કોઈની પણ તરફેણ વગર અને કોઈના દબાણ વગર થવી જોઈએ.
3… જે દોષિત મળી આવે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ટ્રસ્ટે સ્પષ્ટ કહ્યું કે, દોષિતોને છોડવામાં નહીં આવે.



