मनोरंजन

હૈ જવાની તો ઈશ્ક હોના હૈ ફિલ્મનો ખર્ચો પણ નહીં નીકળે | Even the expenses of the film Hai Jawani To Ishq Hona Hai will not be covered



– વરુણ ધવને ફલોપ સ્ટાર તરીકેનું બિરુદ જાળવ્યું

– 100 કરોડના ખર્ચે બનેલી કહેવાતી ફિલ્મ બે દિવસમાં 15 કરોડે પહોંચતાં  હાંફી ગઈ

મુંબઈ: બોલિવુડના ફલોપ સ્ટાર ગણાતા વરુણ ધવનની ‘હૈ  જવાની તો ઈશ્ક હોના હૈ’નો પણ કરુણ રકાસ થાય તેવી  આશંકા વ્યક્ત થઈ રહી છે. 

કથિત રીતે આશરે ૧૦૦ કરોડનાં બજેટમાં બનેલી  મનાતી આ ફિલ્મની  કમાણી બે દિવસમાં માંડ ૧૫ કરોડ થઈ છે. આથી, આ ફિલ્મ પોતાની પ્રોડક્શન કોસ્ટ પણ કાઢી શકશે કે  કેમ તે વિશે આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. 

ડાયરેક્ટર તરીકે ડેવિડ ધવનની આ છેલ્લી  ફિલ્મ હોવાનું કહેવાય છે.

 જોકે, ફિલ્મ ક્રિટિક્સ એવી ટીકાઓ કરી રહ્યા છે કે ડેવિડ ધવન હજુ પણ ૩૦ વર્ષ પહેલાંના જમાના પ્રમાણે ફિલ્મ બનાવી  રહ્યા છે અને અત્યારના ઓટીટીના જમાનામાં આવી  ફિલ્મ ચાલે પણ નહીં. 

આ ફિલ્મમાં ‘બીવી  નંબર વન’ ફિલ્મનાં ગીત ‘ચુનર ચુનર’ની બેઠી કોપી  કરાઈ છે. આ બાબતે મૂળ ફિલ્મના નિર્માતા દ્વારા કાનૂની વાંધો પણ લેવાયો હતો. જોકે, આ વિવાદનો પણ ફિલ્મને કોઈ ફાયદો થયો નથી. 



Source link

Related Articles

Back to top button