રકુલ પ્રીત સિંઘે ટ્રોલરોની જોરદાર ઝાટકણી કાઢી | Rakul Preet Singh slams trollers

![]()
– પતિએ લગ્ન વિશે મજાક કરતા ટ્રોલિંગ થયું
– રકુલે પોતે કોસ્મેટીક સર્જરી કરાવી હોવાની અફવા ફગાવી
મુંબઇ : રકુલ પ્રીત સિંઘે ઓનલાઈન ટીકાકારોનો વારંવાર આત્મવિશ્વાસ અને સૌમ્યતાથી સામનો કર્યો છે. તેના પતિ જેકી ભગનાનીએ રમૂજમાં તેમના લગ્નને પરિસ્થિતિજન્ય ગણાવ્યા ત્યારે તેણે ભારે ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડયો હતો. રકુલે સ્પષ્ટતા કરી કે આ નિવેદનને કોઈપણ સંદર્ભ વિના લેવામાં આવ્યું છે. ત્યાર પછી કપલે એક હળવો વાયરલ વીડિયો શેર કર્યો જેમાં તેણે ભગનાનીની જેન ઝીની જેમ વાત કરવા માટે મજાક કરી. રકુલે ઓનલાઈન નકારાત્મકતા રોકવા સોશિયલ મીડિયા એકાઉન્ટને આધાર સાથે જોડવાની પણ અપીલ કરી.
રકુલે પોતે કોસ્મેટીક સર્જરી કરાવતી હોવાની અટકળોનો પણ જવાબ આપ્યો, જ્યારે પોતાને ડોક્ટર ગણાવતા કોઈ વ્યક્તિએ રકુલ તેની પાસે નાકની સર્જરી કરાવતી હોવાનો દાવો કર્યો. રકુલે તુરંત પ્રતિસાદ આપતા ફોલોઅર્સને આવા ગેરમાર્ગે દોરતા મેડિકલ દાવા વિશે સાવધ રહેવાની તાકીદ કરી અને સ્પષ્ટતા કરી કે તેના દેખાવમાં વજન ઘટાડા તેમજ શિષ્તબદ્ધ ફિટનેસને કારણે ફેરફાર થયો હતો.
એવી જ રીતે કેટલાક સોશિયલ મીડિયા વપરાશકારોને ‘દે દે પ્યાર દે ટુ’માં વય તફાવતની ટીકાનો પણ જવાબ આપતા પ્રોજેક્ટનો બચાવ કર્યો હતો. તેણે જણાવ્યું કે વયનો તફાવત જ ફિલ્મનો મુખ્ય થીમ હતો.



