राष्ट्रीय

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamata banerjee tmc reshuffle abhishek banerjee wings clipped derek obrien



Mamata Banerjee TMC reshuffle 2026 : TMCમાં ચાલી રહેલા અભૂતપૂર્વ આંતરિક બળવા વચ્ચે સુપ્રીમો મમતા બેનર્જીએ આખરે પક્ષના સંગઠનમાં 360-ડિગ્રીનો મોટો ફેરબદલ કરીને શિસ્ત લાવવાનો પ્રયાસ કર્યો છે. 

અભિષેક બેનર્જીનું કદ વેતરી નાંખવામાં આવ્યું

મમતા બેનર્જીના ભત્રીજા અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી, જેઓ અત્યાર સુધી પક્ષના ‘ડી-ફેક્ટો બોસ’ (અઘોષિત વડા) માનવામાં આવતા હતા, તેમના પાવર ઘટાડી દેવામાં આવ્યા છે. “ભાઈપો” (ભત્રીજા) તરીકે જાણીતા અભિષેક બેનર્જીનો પક્ષમાં અત્યાર સુધી સિક્કો ચાલતો હતો, જે સામાન્ય કાર્યકરો અને નેતાઓમાં ભારે અસંતોષનું મુખ્ય કારણ હતું. હવે તેઓ પક્ષમાં એકલા નિર્ણયો નહીં લઈ શકે. મમતા બેનર્જીએ તેમની સાથે વધુ બે રાષ્ટ્રીય સંયુક્ત સચિવોની નિમણૂક કરી છે. હવેથી સાંસદ ડેરેક ઓ બ્રાયન ડોલા સેન આગામી સમયમાં અભિષેક બેનર્જીને પક્ષના કામોમાં ‘મદદ’ કરશે. આ નિર્ણયથી હાઇકમાન્ડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અભિષેક બેનર્જીનું કદ ઘટાડવામાં આવ્યું છે. 

ભત્રીજા અભિષેક વિરુદ્ધ કેમ ફાટી નીકળ્યો બળવો?

તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલો વર્તમાન અજંપો મમતા બેનર્જી કરતાં વધુ અભિષેક બેનર્જીની કામ કરવાની શૈલી સામેનો વિદ્રોહ માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પક્ષની હાર બાદ યોજાયેલી એક બેઠકમાં, મમતા બેનર્જીએ કથિત રીતે નેતાઓને ચૂંટણીમાં તેમના ભત્રીજાની ભૂમિકાની પ્રશંસા કરવા કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાતથી પક્ષના ઘણા નેતાઓ નારાજ થયા હતા, કારણ કે તેઓ અભિષેક બેનર્જીની કાર્યશૈલીને જ પક્ષની અલોકપ્રિયતા અને હારનું મુખ્ય કારણ માનતા હતા.

આ ઘટના બાદ જ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય દળમાં તિરાડો દેખાવા લાગી હતી. ત્યારબાદ 19 મેના રોજ કાલીઘાટ ખાતે યોજાયેલી અન્ય એક બેઠકમાં, “બળવાખોર” નેતાઓ ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ પહેલીવાર ખુલ્લેઆમ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ હવે સંપૂર્ણ બળવામાં ફેરવાઈ જતાં મમતા બેનર્જીએ આ સંગઠનાત્મક ફેરફાર દ્વારા ભૂલ સુધારણાનો નિર્ણય લીધો છે.

સંગઠનમાં નવા ચહેરાઓની એન્ટ્રી

પક્ષના આ મોટા માળખાકીય ફેરબદલમાં વરિષ્ઠ નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યને પક્ષના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે, જે પક્ષમાં એક જનરેશનલ અને ઑર્ગેનાઇઝેશનલ રીસેટ દર્શાવે છે. જ્યારે સુબ્રત બક્ષી રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિમાં વાઇસ-પ્રેસિડેન્ટ તરીકે યથાવત્ રહેશે. 



Source link

Related Articles

Back to top button