मनोरंजन

કંગના અને દિલજીત ફરી બોક્સ ઓફિસ પર આમને સામને | Kangana and Diljit face off again at the box office



– 12મી જૂને બંનેની ફિલ્મો ટકરાશે

– દિલજીતને પંજાબના ફેનબેઝનો લાભ મળે છે પરંતુ કંગના 11 વર્ષથી સતત ફલોપ

મુંબઈ : દિલજીત દોસાંઝની  ‘મૈ વાપસ આઉંગા’ અને કંગના રણૌતની ‘ ભારત ભાગ્ય વિધાતા’ બંને ફિલ્મો તા. ૧૨મી જૂને બોક્સ ઓફિસ પર ટકરાશે. 

દિલજીત અને કંગના આ બીજી વખત બોક્સ ઓફિસ પર ટકરાશે. અગાઉ દિલજીતની ‘અર્જુન પટિયાલા’ અને કંગનાની ‘જજમેન્ટલ હૈ ક્યા’ કોમેડી ફિલ્મ ટિકિટબારી પર ટકરાઈ હતી.  

કંગનાની ફિલ્મ મુંબઈ આતંકી હુમલા પર આધારિત છે. જ્યારે દિલજીતની ‘મૈ વાપસ આઉંગા’માં ૧૯૪૭ના વિભાજનની પૃષ્ઠભૂમિ છે. 

જોકે, દિલજીત ખાસ કરીને પંજાબમાં સારું ફેન ફોલોઈંગ ધરાવે છે એટલે તેની  ફિલ્મોેને ત્યાં બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કલેક્શન મળી રહે છે. બીજી તરફ કંગના ૨૦૧૫થી અત્યાર સુધીમાં કોઈ હિટ ફિલ્મ આપી શકી નથી. 



Source link

Related Articles

Back to top button