मनोरंजन

રામચરણનો ચાહક જાહ્નવી કપૂર પર પડતાં પડતાં રહી ગયો | Ram Charan’s fan fell head over heels for Janhvi Kapoor



– પેડ્ડીની પ્રમોશન ઈવેન્ટ વખતે ધમાલ

– સુરક્ષા રક્ષકોએ ચાહકને ધકેલતાં ધમાચકડી થઈ, જાહ્નવી ભારે ગભરાઈ ગઈ

મુંબઇ : રામ ચરણની ‘પેડ્ડી’ ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટમાં સુરક્ષાકર્મીઓની નજર ચુકવીને  એક પ્રશંસક અભિનેતાને મળવા દોડી આવ્યો હતો.  ભારે રઘવાયો બનેલો આ ચાહક  જાહ્નવી કપૂર પર પડતાં પડતાં રહી ગયો હતો.  તરત જ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો અને  તેને દૂર લઇ ગયા હતા. જાહ્નવી આ ધમાલને કારણે ભારે ગભરાઈ ગઈ  હતી. 

ઈવેન્ટમાં પહેલી હરોળમાં બેઠેલા  જાહ્નવી  અને રામચરણ સહિતના કલાકારોની છેક નજીક આ ચાહક પહોંચી ગયો હતો. 

તેના કારણે જાહ્નવીને ઈજા થાય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. તેના કારણે જાહ્નવી ભારે ભયભીત થઈ ગઈ હતી. 

તેનાં આ એક્સપ્રેશન્સનો વિડીયો બહુ  વાયરલ થયો છે. 

બાદમાં જોકે રામચરણે તેના સુરક્ષારક્ષકોને સૂચના આપી આ ચાહકને પોતાની પાસે બોલાવ્યો હતો અને બહુ પ્રેમથી તેને મળ્યો હતો. તે વખતે આ ચાહક ભારે રડી પડયો  હતો. 



Source link

Related Articles

Back to top button