मनोरंजन
આમિર ખાન 18 વર્ષ નાની ગૌરી સાથે પાંચમી જુલાઈએ પરણશે | Aamir Khan marry 18 year old Gauri on July 5

![]()
મુંબઇ : ૬૧ વર્ષીય આમિર ખાન ૪૭ વર્ષીય ગૌરી સ્પ્રેટ સાથે આગામી પાંચમી જુલાઈએ લગ્ન કરશે. તે અંગત મિત્રો તથા પરિવારજનોની હાજરીમાં રજિસ્ટર્ડ મેરેજ કરવાનો છે. આમિરે ગયાં વર્ષે પોતાના જન્મદિનની પાર્ટી વખતે ગૌરી સાથેના પોતાના સંબંધો ઓફિશિયલ કર્યા હતા.
આમિરને પહેલી પત્ની રીના દત્તા સાથે એક પુત્ર જુનૈદ તથા પુત્રી ઈરા છે. ઈરાના પણ લગ્ન થઈ ચૂક્યાં છે.
તેની બીજી પત્ની કિરણ રાવથી તેને આઝાદ નામનો પુત્ર છે. જ્યારે ગૌરી પણ સાત વર્ષના પુત્રની માતા છે. રીના તથા કિરણ બંને સાથે આમિરે લવ મેરેજ કર્યાં હતાં. હવે તે ત્રીજીવાર લવ મેરેજ કરવા જઈ રહ્યો છે.



