राष्ट्रीय

ક્રિકેટ બાદ રાજકારણની ‘પિચ’ પર નવી ઈનિંગ, ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી | ashok dinda minister west bengal government



Former Team India Cricketer Ashok Dinda Becomes Minister : ક્રિકેટના મેદાનમાં પોતાની ઘાતક ઝડપ અને આક્રમક બોલિંગથી બેટર્સને પરેશાન કરનાર ભારતીય ટીમના પૂર્વ બોલર અશોક ડિંડાએ હવે રાજકારણમાં નવી ઇનિંગની શરૂઆત કરી છે. આજે પશ્ચિમ બંગાળમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં અશોક ડિંડાએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

રાજભવનમાં શપથવિધિ સમારોહ

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની સરકારના મંત્રીમંડળનો વિસ્તાર રાજભવનમાં કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આર.એન. રવિની ઉપસ્થિતિમાં કુલ 35 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

મોયના સીટ પરથી મેળવી ઐતિહાસિક જીત

અશોક ડિંડાએ ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણીમાં મોયના બેઠક પરથી જીત મેળવી હતી. તેમણે તૃણમૂલ કોંગ્રેસના ચંદન મંડળને 16 હજારથી વધુ મતોના જંગી અંતરથી પરાજિત કર્યા હતા. ખાસ વાત એ છે કે આ સતત બીજી વાર છે જ્યારે ડિંડાએ આ સીટ પર વિજય મેળવ્યો હોય. 2021માં પણ તેમણે તૃણમૂલ કોંગ્રેસ સામે 1200 મતોથી જીત મેળવી હતી. 

અશોક ડિંડાની ક્રિકેટ સફર પર એક નજર

અશોક ડિંડાએ ડિસેમ્બર 2009માં શ્રીલંકા સામે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય કરિયર: ભારત માટે 13 વનડે (12 વિકેટ) અને 9 T20 ઇન્ટરનેશનલ (17 વિકેટ) રમી ચૂક્યા છે.

IPL કરિયર: IPLમાં તેમણે 78 મેચ રમીને 69 વિકેટ ઝડપી હતી. તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR), દિલ્હી કેપિટલ્સ (DC), પૂણે વોરિયર્સ ઇન્ડિયા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ જેવી દિગ્ગજ ટીમોનો ભાગ રહી ચૂક્યા છે.

ક્રિકેટથી રાજનીતિ સુધીની સફર

ફેબ્રુઆરી 2021માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ ડિંડાએ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજકારણમાં પોતાની ઓળખ બનાવી છે. 



Source link

Related Articles

Back to top button