VIP કલ્ચર ફરી સવાલોના ઘેરામાં, રાજ્યપાલના કાફલાને લીધે રસ્તો બંધ, ગર્ભવતી પત્નીને તડપતી જોઈ પતિ ધરણે બેઠો | bengaluru viral video man protests vip culture and traffic halted due to governor convoy

![]()
Bengaluru Viral Video: બેંગલુરુમાં રાજ્યપાલના કાફલાને કારણે વાહનો રોકવાથી નારાજ એક વ્યક્તિનો અનોખો ગાંધીવાદી વિરોધનો મામલો સામે આવ્યો છે. આ વ્યક્તિ પોતાની ગર્ભવતી પત્નીને લઈને ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે જ રાજ્યપાલના કાફલાના કારણે રસ્તો રોકવામાં આવ્યો હતો. આના કારણે કારમાં બેઠેલી તેની પત્ની પરેશાન થઈ રહી હતી. પત્નીને તડપતી જોઈને વ્યક્તિએ ગાંધીવાદી માર્ગે વિરોધ વ્યક્ત કર્યો અને રસ્તા પર જ પલાંઠી વાળીને ધરણા પર બેસી ગયો. આમ, VIP કલ્ચર ફરી એક વાર સવાલોના ઘેરામાં આવ્યું છે.
Traffic stopped for 30 minutes in Bengaluru for Governor’s VVIP movement.
A man carrying his pregnant wife to the hospital was stuck and sat in protest.
99% of us do not even know who the Governor of Karnataka is but the city traffic is halted every-time he passes by.
This…
— Roshan Rai (@RoshanKrRaii) June 1, 2026
પોલીસ જવાનો સાથે દલીલ
જે રસ્તેથી રાજ્યપાલનો કાફલો પસાર થવાનો હતો, ત્યાં રસ્તાની વચ્ચે એક વ્યક્તિને બેઠેલો જોઈને ટ્રાફિક પોલીસના હોશ ઊડી ગયા હતા. ટ્રાફિક પોલીસના જવાનો તેને હટાવવા માટે પહોંચ્યા ત્યારે બંને વચ્ચે થોડી દલીલ પણ થઈ. તે વ્યક્તિ કહી રહ્યો હતો કે, કારમાં મારી ગર્ભવતી પત્ની પરેશાન થઈ રહી છે.
રાજ્યપાલના કાફલાને લીધે રસ્તો બંધ
વાસ્તવમાં, રાજ્યપાલના કાફલાના પસાર થવા દરમિયાન રસ્તો બંધ હોવાથી નારાજ એક નાગરિકે ‘ઓલ્ડ એરપોર્ટ રોડ’ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટ્રાફિકમાં પોતાની સગર્ભા પત્ની સાથે કારમાં સવાર આ વ્યક્તિએ રાજ્યપાલના કાફલા માટે ટ્રાફિક રોકવામાં આવતા રસ્તા પર બેસીને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું.
પોતાની ગર્ભવતી પત્ની સાથે મુસાફરી કરી રહેલા આ વ્યક્તિને જ્યારે લાંબા સમય સુધી રાહ જોવી પડી, ત્યારે તે પરેશાન થઈ ગયો અને વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તા પર જ બેસી ગયો. જોકે, બાદમાં ટ્રાફિક પોલીસે તેને ત્યાંથી હટાવ્યો હતો.
ગિરીશ મહાજને એક મહિલાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલાં આવો જ એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો હતો, જ્યાં ભાજપના કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા મંત્રી ગિરીશ મહાજને એક મહિલાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ મહિલા પોતાના બાળકને લેવા જઈ રહી હતી, પરંતુ રસ્તા પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે તેની ગાડી લાંબા સમય સુધી જામમાં ફસાયેલી રહી હતી. ત્યારબાદ તે ભડકી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.



