मनोरंजन

‘રણવીર જેવા સ્ટાર્સ રોજગારીનું સર્જન કરે છે, FWICEને જ બેન કરી દો…’ ડોન-3 વિવાદમાં રામ ગોપાલ વર્માની એન્ટ્રી | rgv supports ranveer singh fwice ban don 3 controversy



RGV Supports Ranveer Singh Amid FWICE Ban : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં અભિનેતા રણવીર સિંહ અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન 3’ માંથી બહાર નીકળવાને કારણે FWICEએ રણવીર સિંહ સામે ‘નોન-કોઓપરેશન’ (અસહકાર)નો આદેશ જારી કર્યો છે. આ મામલે હવે જાણીતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ રણવીર સિંહનો પક્ષ લેતા FWICE પર આકરા પ્રહાર કર્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ રણવીર સિંહ સામે ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આ મામલો FWICE પાસે પહોંચ્યો. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ફિલ્મના પ્રી-પ્રોડક્શનમાં 45 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હોવા છતાં રણવીર સિંહે પ્રોજેક્ટમાં વિલંબ કર્યો અને અંતે ડિસેમ્બર 2025માં પ્રોજેક્ટ છોડી દીધો. FWICEનો આરોપ છે કે તેમને અનેક નોટિસ મોકલવા છતાં અભિનેતા તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

રામ ગોપાલ વર્માનો FWICE પર પ્રહાર

રામ ગોપાલ વર્માએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું છે કે, રણવીર સિંહ નહીં FWICEને જ બેન કરી દેવું જોઈએ. આ કહેવાતો ‘બેન’ અંતે FWICE માટે એક મોટો જોક બની જશે. આ કોઈ ઈન્ડસ્ટ્રી કે વર્કર પ્રોટેક્શન નથી, જેનો તે દાવો કરે છે. આ માત્ર આઉટડેટેડ યુનિયન સિસ્ટમ દ્વારા પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો એક દેખાવ છે. FWICE એ કોઈ સરકારી નિયમનકારી સંસ્થા નથી, પણ એક એવી સંસ્થા છે જે ન્યાય અપાવવાના નામે કાયદાકીય પ્રક્રિયાનો અનાદર કરે છે.

ઈન્ડસ્ટ્રીનો આધાર કોણ છે?

વર્માના મતે, ઈન્ડસ્ટ્રીનું અસ્તિત્વ રણવીર સિંહ જેવા મોટા સ્ટાર્સને આભારી છે, જેઓ લાખો કામદારો માટે રોજગારીનું સર્જન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે FWICEનું અસ્તિત્વ પણ આ સ્ટાર્સને કારણે જ છે. આ નિવેદન બાદ હવે જોવાનું એ રહે છે કે FWICE આ મામલે શું પ્રતિક્રિયા આપે છે.



Source link

Related Articles

Back to top button