मनोरंजन

“બધું પહેલેથી પ્લાન હતું…” કો-સ્ટાર આકાંક્ષા ચમોલાએ લગાવેલા અસહજતાના આરોપો પર કુંવર અમરનો વળતો પ્રહાર | Kunwar Amar has finally spoken out about Akansha Chamoli’s allegation



Kunwar Amar Break Silence: મનોરંજન જગતની જાણીતી વેબ સીરિઝ ‘દિલ ધોખા અને ડિઝાયર’ના એક સીનને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. એક્ટ્રેસ આકાંક્ષા ચમોલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદન પર હવે તેના કો-સ્ટાર અને જાણીતા ટીવી એક્ટર કુંવર અમરે આખરે પોતાનું મૌન તોડ્યું છે. સીરિઝમાં જોવા મળેલી ઇન્ટિમેટ સીક્વન્સ અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ કરવામં આવ્યું હતું. કુંવર અમરે એક ઈન્ટરવ્યૂમાં પોતાનો પક્ષ રજૂ કરતા સ્પષ્ટ કર્યું છે કે, સ્ક્રીન પર દેખાડવામાં આવેલો આખો સીન પહેલાથી જ નક્કી કરેલો હતો અને આકાંક્ષાના આવા એકતરફી નિવેદનથી તેમને વ્યક્તિગત રીતે ખૂબ જ નિરાશા થઈ છે.

શું હતો સમગ્ર વિવાદ?

લોકપ્રિય ટીવી એક્ટર ગૌરવ ખન્નાની પત્ની અને અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ આ સીરિઝમાં કુંવર અમર સાથે કેટલાક બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા. સીરિઝના પ્રમોશન દરમિયાન કરવામાં આવેલા એક ખાસ એક્ટ બાદ આકાંક્ષાને સોશિયલ મીડિયા પર યુઝર્સના આક્રોશ અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે પોતાનો બચાવ કરતા આકાંક્ષાએ નિવેદન આપ્યું હતું કે, શૂટિંગ દરમિયાન તેના કો-સ્ટાર કુંવર અમર થોડા વધારે પડતા ઉત્સાહિત થઈ ગયા હતા, જેના કારણે તે પોતે અસહજ અનુભવી રહી હતી.

કુંવર અમરનો વળતો ખુલાસો: “ગુસ્સો ઓછો અને નિરાશા વધારે થઈ”

આકાંક્ષાના આ આરોપથી આશ્ચર્યચકિત થયેલા કુંવર અમરે ઘણા મહિનાઓ બાદ આ મામલે સત્ય સામે લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે, “જ્યારે આકાંક્ષાએ જાહેરમાં મારા વિશે આવું કહ્યું ત્યારે મને ગુસ્સા કરતાં વધુ દુઃખ અને નિરાશા થઈ હતી કે એક સારી મિત્ર આવું કેવી રીતે કહી શકે. જો કે, મેં તે સમયે પણ શાંતિ જાળવી રાખી હતી કારણ કે મને લાગ્યું કે કદાચ તે કોઈ અંગત દબાણ કે સમસ્યામાં હશે.”

પ્લાનિંગનો ખુલાસો કરતા કુંવરે ઉમેર્યું કે:

સેટ પર જતા પહેલા ચેનલના હેડ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે પહેલા સીન ટેલિકાસ્ટ થશે, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ થશે અને છેલ્લે પ્રોમોશનલ એક્ટ પરફોર્મ કરવાનો રહેશે.

આકાંક્ષાએ પોતે શૂટિંગ પહેલા કહ્યું હતું કે તેના ભારે આઉટફિટના કારણે તે વધારે મૂવમેન્ટ કરી શકશે નહીં.

આથી બંનેએ પરસ્પર સંમતિથી નક્કી કર્યું હતું કે તેઓ માત્ર એક ચોક્કસ પોઝ આપશે અને તરત જ પાછા હટી જશે. આખો સીન સ્ક્રિપ્ટ મુજબ જ હતો.

વીડિયો સાથે છેડછાડ અને ટ્રોલિંગ પર આપી પ્રતિક્રિયા

કુંવર અમરે આક્ષેપ કર્યો છે કે, ઇન્ટરનેટ પર આખા વીડિયોમાંથી એક નાનકડો ભાગ કાપીને તેને સ્લો-મોશનમાં વાયરલ કરવામાં આવ્યો હતો, જેના કારણે દર્શકોએ બંને કલાકારોને ખોટી રીતે જજ કર્યા. આકાંક્ષા પરિણીત હોવાથી લોકો તેના ચારિત્ર્ય પર પણ સવાલો ઉઠાવી રહ્યા હતા. કુંવરે દાવો કર્યો કે તેમણે પોતાના દરેક પોડકાસ્ટ અને ઈન્ટરવ્યૂમાં આકાંક્ષાનો પક્ષ લીધો હતો અને ટ્રોલર્સને ખોટા ઠેરવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે ઇન્ડસ્ટ્રીના ઘણા ટોચના કલાકારો પણ ભૂતકાળમાં આવા બોલ્ડ રોલ કરી ચૂક્યા છે. બંને વચ્ચે કામ દરમિયાન ખૂબ જ સારી મિત્રતા હતી અને તેઓ સેટ પર લંચ પણ શેર કરતા હતા, તેથી આવા આક્ષેપોથી કુંવરને ઊંડો આઘાત લાગ્યો છે.

આ પણ વાંચો: બકરીઇદ પર અક્ષય કુમારની ફિલ્મ રહી ‘HIT’, જાણો ઈદ-ઉલ-અઝહા પર રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મોનો બોક્સ ઓફિસ રિપોર્ટ

આકાંક્ષાએ “ચીટિંગ”ના આરોપો પર આપી હતી સ્પષ્ટતા

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રોલિંગ દરમિયાન સોશિયલ મીડિયા પર ગૌરવ ખન્ના સાથે “ચીટિંગ” જેવા ગંભીર આરોપો પણ આકાંક્ષા પર લાગ્યા હતા. જોકે, આકાંક્ષા ચમોલાએ અગાઉ જ આ બાબતે સ્પષ્ટતા કરી દીધી હતી કે આ માત્ર પ્રોફેશનલ લાઈફનો એક ભાગ છે અને તેના તથા તેના પતિ ગૌરવ ખન્ના વચ્ચેના અંગત સંબંધોમાં કોઈ જ સમસ્યા નથી.



Source link

Related Articles

Back to top button