राष्ट्रीय

જવાનની માએ હાથ ગૂમાવ્યો, ન્યાય માટે 50 જવાન કમિશનર ઓફિસ પહોંચ્યા | Soldier’s mother loses hand 50 soldiers reach Commissioner’s office for justice



શ્વાસની તકલીફની સારવારમાં હાથ કાપવો પડયો

કપાયેલો હાથ લઇ જવાન ન્યાય માટે ભટકતો રહ્યો : અંતે પોલીસે તપાસ ટીમ રચી, આઇટીબીપીનો મેડિકલ સ્ટાફ પણ સામેલ કરાયો

કાનપુર: કાનપુરમાં ડોક્ટરોની બેદરકારીને કારણે એક જવાનની માતાએ પોતાનો હાથ કપાવવો પડયો હતો, જોકે આઇટીબીપીના આ જવાનની ફરિયાદ છતા પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ના કરાઇ, પરિણામે આઇટીબીપીના ૫૦થી વધુ જવાનો હથિયારો સાથે ૧૫ ગાડીઓ અને ટ્રક ભરીને કમિશનરની ઓફિસે પહોંચી ગયા હતા. તેથી ભીસમાં આવેલી પોલીસે અંતે આરોપી ડોક્ટરો સામે તપાસ માટે ટીમ રચી હતી.   

મહારાજપુર સ્થિત ૩૨મી બટાલિયનમાં તૈનાત આઇટીબીના જવાન કોન્સ્ટેબલ વિકાસસિંહની માતા નિર્મલા દેવીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, તેથી જવાન તેમને કૃષ્ણા હોસ્પિટલ લઇ ગયા, આ ખાનગી હોસ્પિટલમાં તેને કેટલાક ઇન્જેક્શન આપવામાં આવ્યા જેને કારણે તેના હાથમાં ઇન્ફેક્શન થવા લાગ્યું, બાદમાં જવાન માતાને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો જ્યાંના ડોક્ટરોએ હાથ કાપવાની સલાહ આપી હતી કેમ કે ઇન્ફેક્શન બહુ જ વધી ગયું હતું. સ્થિતિને ધ્યાનમાં રાખીને અંતે માતાનો હાથ કાપવો પડયો હતો. 

બાદમાં જવાને પોલીસ સ્ટેશનોમાં જઇને અનેક રજુઆતો કરી, એટલુ જ નહીં માતાનો કપાયેલો હાથ લઇને પણ તે પોલીસ અધિકારીઓ પાસે ન્યાય માગવા ગયો. જોકે કોઇએ ધ્યાન ના આપ્યું, પોતાના સાથી જવાનની આ હાલત જોઇને અન્ય જવાનો વિફર્યા અને ૧૫ ગાડીઓ-ટ્રક સાથે કાનપુરની કમિશનર ઓફિસે પહોંચી ગયા. શરૂઆતમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે જવાનોએ પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ કરી લીધો હતો, જોકે બાદમાં પોલીસ અને આઇટીબીપીએ સ્પષ્ટતા કરી હતી કે બન્ને તરફથી બેઠક અંગે ચર્ચા બાદ આ મુલાકાત કરવામાં આવી હતી.  બીજી તરફ ભીસમાં આવેલા પોલીસ કમિશનરે સમગ્ર મામલે એક તપાસ ટીમ રચી છે, અગાઉ જે તપાસ કરવામાં આવી તેને ફગાવી દેવાઇ છે તેથી ફરીથી તપાસ કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button