राष्ट्रीय

મોંઘવારીનો ઝટકો: પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલ પણ મોંઘો, ચાલુ મહિને ચોથી વખત ભાવ વધારો | Petrol Diesel Price Hike: Fuel Rates Increase For 4th Time In 10 Days


Petrol Diesel Price Hike : આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઝીંકાયેલા વધારાથી સામાન્ય જનતાના ખિસ્સા પર બોજો વધ્યો છે. છેલ્લા ગણતરીના દિવસોમાં ઈંધણના ભાવમાં આ ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ દેશના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.

જાણો કેટલો થયો વધારો?

તાજા ફેરફાર મુજબ, પેટ્રોલમાં પ્રતિ લિટરે ₹2.61 અને ડીઝલમાં પ્રતિ લિટરે ₹2.71 નો વધારો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો 25 મેની સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ થઈ ગઈ છે.

ચાર મુખ્ય મહાનગરોમાં ઈંધણના નવા ભાવ (પ્રતિ લીટર)

મોંઘવારીનો ઝટકો: પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલ પણ મોંઘો, ચાલુ મહિને ચોથી વખત ભાવ વધારો 2 - image

10 દિવસમાં પેટ્રોલ-ડીઝલ 8 રૂપિયા પ્રતિ લિટર સુધી મોંઘા 

અગાઉ 23 મેના રોજ ત્રીજી વખત પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લિટરનો ઝીંકાયો હતો. આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા હતા. જેના બાદના આજના વધારા સાથે પેટ્રોલ ડીઝલ હવે પ્રતિ લીટર 7.50 થી 8 રૂપિયા સુધી મોંઘા થઈ ચૂક્યા છે. 

શા માટે વધી રહ્યા છે ભાવ?

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ (Geo-political tensions) અને ઊર્જા બજારમાં ઉતાર-ચઢાવને કારણે આયાત ખર્ચ વધી ગયો છે. દેશમાં ઈંધણનો પુરવઠો સ્થિર રાખવા માટે આ ભાવવધારો કરવો જરૂરી બન્યો હતો. નિષ્ણાતોના મતે, આ સતત વધારાને કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સનો ખર્ચ વધશે, જેની સીધી અસર દૂધ, શાકભાજી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે.



Source link

Related Articles

Back to top button