થોડા જ કલાકોમાં દુનિયાને મળશે સૌથી મોટી ગુડ ન્યૂઝ: દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોનું નિવેદન | US Iran Peace Deal Near And Marco Rubio Hails Unbreakable India Relations

![]()
India-US Relations : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ત્યારબાદ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન રુબિયોએ સંકેત આપ્યો હતો કે, હોર્મુઝ સ્ટ્રેટને લઈને આગામી થોડા કલાકોમાં સારા સમાચાર આવી શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર સારા સમાચાર હશે, આખરી નિર્ણય નહીં.
ટ્રમ્પના નિવેદનથી પણ હોર્મુઝ ખુલી જવાના સંકેત
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ઈરાન સાથે શાંતિ વાર્તા લગભગ અંતિમ તબક્કામાં છે અને હવે માત્ર થોડા મુદ્દાઓ પર ચર્ચા બાકી છે. આ સાથે જ અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાન પોતાના પરમાણુ સ્ટોકને છોડવા માટે તૈયાર થઈ ગયું છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે આ ડીલ સફળ રહેશે, તો વિશ્વને મોટી રાહત મળશે.
Did Marco Rubio just called President Trump stupid? Because reporter asked about Trump racist remarks towards India, calling it a “hellhole”.
— Bhart Singh (@OyeBhartsingh) May 24, 2026
ભારત અને અમેરિકાના સંબંધો અતુટ : રુબિયો
પત્રકાર પરિષદમાં ભારત સાથેના સંબંધો પર વાત કરતા માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધો અતુટ છે. બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બંને દેશોએ આતંકવાદનો સામનો કર્યો છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવી જેલથી મુક્ત થયો આરોપી, હવે 8 વર્ષ બાદ FIR નોંધાઈ
‘અમે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી’
અમેરિકન વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, અમે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી છીએ અને બંને દેશોના હિતો એક સમાન છે. આ ભાગીદારી માત્ર પ્રાદેશિક નથી પરંતુ તેનાથી પણ આગળની છે. વેસ્ટર્ન હેમિસ્ફિયર અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે અદભુત તાલમેલ છે અને જરૂરી ખનિજો સુધી પહોંચ મેળવવી એ પણ એક મહત્વનો વિષય છે.
‘ઊર્જા ક્ષેત્રે બંને દેશોની સમાન વિચારધારા’
માર્કો રુબિયો (Marco Rubio)એ સ્વીકાર્યું હતું કે ભારતમાં વૈશ્વિક ઘટનાઓ પર પ્રભાવ પાડવાની ક્ષમતા છે અને તેથી જ આ વ્યૂહાત્મક જોડાણ જરૂરી છે. ખાસ કરીને ઊર્જા ક્ષેત્રે બંને દેશો સમાન વિચારધારા ધરાવે છે, જ્યાં માત્ર ઊર્જાનું ઉત્પાદન જ નહીં પરંતુ તેનું વિતરણ પણ મહત્વનું છે.



