मनोरंजन

ઐશ્વર્યાના રોયલ બ્લુ ગાઉન સામે આલિયા ભટ્ટનો પિંક લુક ફીકો પડ્યો? સોશિયલ મીડિયા પર ફેન્સ આમનેસામને | Fans are comparing alia Bhatt and Aishwarya rai Bachchan looks at Cannes


Alia vs Aishwarya in Cannes: ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટના Cannes 2026 લુક્સે ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. બંને અભિનેત્રીઓના ચાહકો સોશિયલ મીડિયા પર પોતાના મનપસંદ સ્ટારના લુકને વધુ સારું ગણાવી રહ્યા છે. ફ્રાન્સમાં યોજાયેલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર બંને અભિનેત્રીઓએ પોતાની અલગ ઓળખ ઉભી કરી. ઐશ્વર્યાની તસવીરો સામે આવતાં જ કમેન્ટ સેક્શનમાં ઐશ્વર્યા વર્સેસ આલિયા ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક લોકોએ ‘ગુરુ’ અભિનેત્રીના રાજસી અંદાજની પ્રશંસા કરી, જ્યારે અન્યોએ ‘બ્રહ્માસ્ત્ર’ સ્ટાર આલિયાના મોડર્ન અને એલેગન્ટ લુકને વધુ પસંદ કર્યો.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “ઐશ્વર્યાની ગ્રેસ કોઈ મેચ કરી શકે નહીં.” જ્યારે બીજા યુઝરે કહ્યું, “આલિયા આંતરરાષ્ટ્રીય ફેશન સ્ટેજ માટે સંપૂર્ણ ફિટ છે.” કેટલાક લોકોએ બંનેની સરખામણીને અનાવશ્યક ગણાવી અને કહ્યું કે બંને પોતાના અંદાજમાં અનોખી છે. એક યુઝરે તો એમ પણ કહ્યું છે કે ‘ઐશ્વર્યાના તો હજી પહેલો દીવસ છે. તેમની સરખામણી કરવાની આટલી જલદી કેમ છે?’

Cannes Film Festival 2026માં આલિયા ભટ્ટની હાજરી

આલિયા ભટ્ટે Cannes 2026માં પોતાના ગ્લેમરસ અને મોડર્ન લુકથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. અભિનેત્રીએ સ્ટાઇલિશ ડિઝાઇનર આઉટફિટ પસંદ કર્યું હતું, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મળી. ઘણા ફેશન પ્રેમીઓએ આલિયાના આત્મવિશ્વાસ અને ગ્લોબલ સ્ટાર જેવી હાજરીની પ્રશંસા કરી. જોકે એમ છતાં કેટલાક લોકોએ ટ્રોલ પણ કરી હતી કારણ કે ફોટોગ્રાફર્સ તેને ઇગ્નોર કરી રહ્યાં હોવાની ચર્ચા હતી.

ઐશ્વર્યાના રોયલ બ્લુ ગાઉન સામે આલિયા ભટ્ટનો પિંક લુક ફીકો પડ્યો? સોશિયલ મીડિયા પર ફેન્સ આમનેસામને 2 - image

Cannes 2026માં ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચને હંમેશાની જેમ રાજસી અંદાજમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. તેમની ક્લાસિક સ્ટાઇલ, આત્મવિશ્વાસ અને ગ્લેમરસ હાજરીએ ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “Cannes એટલે ઐશ્વર્યા.”

આ પણ વાંચો: પંજાબ સરકારના એક નિર્ણયથી બોલિવૂડ ચિંતામાં! રવીના ટંડને કહ્યું- મૂંગા જીવો સાથે ક્રૂરતા ન કરો

વર્ક ફ્રન્ટ

આલિયા ભટ્ટ આગામી સમયમાં અનેક મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે, જેમાંથી એક ફિલ્મ ‘આલ્ફા’ છે. જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન પણ પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’માં તે જોવા મળવાની છે. બંને અભિનેત્રીઓ ભારતીય સિનેમા અને ફેશનને વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ આપી રહી છે.



Source link

Related Articles

Back to top button