राष्ट्रीय

NEET પેપર લીક: અધિકારીઓ હવે મંત્રીનાં કહ્યામાં પણ નથી? ધર્મેન્દ્ર પ્રધાન અને NTA ચીફના નિવેદનમાં વિરોધાભાસ | neet ug 2026 controversy nta system leak defense vs cbi investigation



NEET Controversy: ભારતની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ના પેપર લીક વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે. એક તરફ કેન્દ્રીય શિક્ષણ મંત્રી સંસ્થાકીય ખામી સ્વીકારી રહ્યા છે, તો બીજી તરફ એજન્સી ડિજિટલ ક્લીન ચીટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર વિવાદની ઇનસાઇડ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. 

NTAનો બચાવ, સિસ્ટમમાંથી પેપર લીક નથી થયું

21 મેના રોજ સંસદીય પેનલ સમક્ષ હાજર થયેલા NTAના ડાયરેક્ટર જનરલ (DG) અભિષેક સિંઘે જણાવ્યું કે, NEET-UG 2026નું પેપર “સિસ્ટમ દ્વારા લીક થયું નથી”. NTAનો દાવો છે કે તેમનું આંતરિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સર્વર સુરક્ષિત હતા.

શિક્ષણ મંત્રીની કબૂલાત ચેઇન ઑફ કમાન્ડ તૂટી

NTAના આ દાવાની બિલકુલ વિપરીત, થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેરમાં સ્વીકાર્યું હતું કે, આ કેસમાં ચેઇન ઑફ કમાન્ડમાં ભંગ થયો હતો અને સરકારે તેની જવાબદારી પણ સ્વીકારી છે. વિદ્યાર્થીઓ સવાલ કરી રહ્યા છે કે, જો પેપર છાપવા, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા કે વિતરણના કોઈ પણ તબક્કે(ચેઇન ઑફ કમાન્ડમાં) પેપર લીક થયું હોય, તો તેને સિસ્ટમ ફેલ્યોર કેમ ન ગણાય? વિદ્યાર્થીઓ માટે માત્ર કમ્પ્યૂટર સર્વર જ સિસ્ટમ નથી, પરંતુ આખી પ્રક્રિયા જ સિસ્ટમ છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના ગાંજા સાથે મુસાફરની ધરપકડ, ટ્રોલી બેગમાંથી 19 પેકેટ જપ્ત

CBI તપાસ NTAની મુશ્કેલી વધારશે?

NTA ભલે આ મામલાને ટેકનિકલ શબ્દોમાં નાનો બતાવવાનો પ્રયાસ કરે, પરંતુ સીબીઆઇની તપાસ કંઈક અલગ જ વાત કહી રહી છે. CBIએ 7 દિવસ પહેલા જ કેમિસ્ટ્રીના લેક્ચરર પી. વી. કુલકર્ણીની ધરપકડ કરી છે, જેમને આ આખા રેકેટના ‘કિંગપિન’ માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, કેમિસ્ટ્રીના લીક થયેલા પ્રશ્નો પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયા અને સંગઠિત નેટવર્ક દ્વારા લાખો રૂપિયામાં વેચાયા હતા.

ઓનલાઇન પરીક્ષા તરફ પ્રયાણ?

આ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે ભવિષ્યમાં NEET પરીક્ષાને કમ્પ્યૂટર આધારિત કરવામાં આવી શકે છે. નિષ્ણાતોના મતે, આ નિર્ણય જ દર્શાવે છે કે વર્તમાન ઑફલાઇન પેપર-પેનલ પ્રક્રિયામાં મોટી ખામીઓ રહેલી છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓનો આક્રોશ

લાખો રૂપિયા ખર્ચીને રાત-દિવસ તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ કોઈ ટેકનિકલ ચર્ચા નથી. વાલીઓ પૂછી રહ્યા છે કે, જો સરકારે ખામી સ્વીકારી લીધી છે, તો NTA હજુ પણ તેને પેપર લીક તરીકે સ્વીકારવામાં આનાકાની કેમ કરી રહ્યું છે?



Source link

Related Articles

Back to top button