मनोरंजन

હૈ જવાની તો ઈશ્ક હોના હૈના ટ્રેલર લોન્ચનો ફિયાસ્કો | Hai Jawani Toh Ishq Hona Hai trailer launch fiasco



– મહેમાનોને માફી માગી રવાના કરવા પડયા

– ટેકનિકલ ખામીનું બહાનું કઢાયું પરંતુ કાનૂની વિવાદને કારણે મોકૂફ રહ્યાની ચર્ચા

મુંબઈ : વરુણ ધવન તથા મૃણાલ ઠાકુરની   ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’નું ટ્રેલર લોન્ચ મુંબઈના એક થિયેટરમાં યોજાવાનું હતું. જોકે, મહેમાનો તથા અન્ય લોકો ઈવેન્ટ માટે સમયસર સ્થળ પર પહોંચ્યા બાદ તેમને જાણ કરાઈ હતી કે ટ્રેલર લોન્ચ હવે કેન્સલ કરી દેવાયું છે. 

ફિલ્મની ટીમે એવું કારણ આપ્યું હતું કે એક ટેકનિકલ ખામીને કારણે આજે  ટ્રેલર લોન્ચ યોજાઈ શકે તેમ નથી.  મહેમાનોની માફી માગી તેમને પાછા વાળવામાં આવ્યા હતા. 

જોકે,  બોલિવુડ  વર્તુળોમાં ચાલતી ચર્ચા અનુસાર આ ફિલ્મમાં ‘બીવી નંબર વન’નુ ગીત ‘ચૂનર ચૂનર ‘ વાપરવાના મુદ્દે ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ તથા   વાસુ ભગનાનીની પૂજા એન્ટરટેઈનમેન્ટ વચ્ચે કાનૂની તકરાર ચાલી રહી હોવાથી આ ટ્રેલર લોન્ચ મોકૂફ રખાયુું છે. પૂજા એન્ટરટેઈનમેન્ટએ તેની મંજૂરી વિના આ ગીતનો ઉપયોગ કરવાના આક્ષેપો કર્યા છે. જોકે ટિપ્સ દ્વારા તે નકારી કાઢવામાં આવ્યા છે. 



Source link

Related Articles

Back to top button