राष्ट्रीय

રાહુલ ગાંધીની 22 વર્ષમાં 54 વિદેશયાત્રા, ફંડ કોણે આપ્યું? : ભાજપ | Rahul Gandhi’s 54 foreign trips in 22 years who funded them : BJP



રાહુલની આવક 11 કરોડ, વિદેશયાત્રાનો ખર્ચ 60 કરોડ : સંબિત પાત્રા

મોદીની નિષ્ફળતા છુપાવવા અને દેશના આર્થિક પતનની સ્થિતિ પરથી ધ્યાન હટાવવા ભાજપ રાહુલની વિદેશયાત્રાને મુદ્દો બનાવે છે : કોંગ્રેસ

નવી દિલ્હી: ભાજપના સાંસદ સંબિત પાત્રાએ નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વિદેશયાત્રાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. સંબિત પાત્રાએ કહ્યું કે ૨૨ વર્ષમાં રાહુલ ગાંધીએ ૫૪ ખાનગી વિદેશયાત્રાઓ કરી તેનું ફંડ કોણે આપ્યું હતું? આ યાત્રાઓ પાછળ ૬૦ કરોડનો ખર્ચ થયો હોવાનો દાવો ભાજપના સાંસદે કર્યો હતો. કોંગ્રેસે વળતો જવાબ પણ આપ્યો હતો.

સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીની જે સાર્વજનિક વિદેશયાત્રાઓ છે એની સંખ્યા ૨૨ વર્ષમાં ૫૪ થાય છે. એ પાછળ ૬૦ કરોડ રૂપિયાનો માતબર ખર્ચ થયો છે. પાત્રાના કહેવા પ્રમાણે આ વિદેશયાત્રાઓમાં અમેરિકા, બ્રિટન, ઈટાલી, જર્મની, વિએટનામ, કમ્બોડિયા, સિંગાપોર, બહેરિન, માલદિવ્સ, કતર, યુએઈ જેવા દેશોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત રાહુલ ગાંધી ઓમાન અને મસ્કત પણ જઈ આવ્યા છે, જેની તેમણે જાહેરાત કરી નથી. આ વિદેશયાત્રાઓ સંસદીય કમિટી, ભારત સરકાર કે કોઈ અન્ય કમિટીએ આનો ખર્ચ ઉઠાવ્યો નથી. આ તમામ દેશોની યાત્રા ખાનગી ધોરણે થઈ હતી અને તેની પાછળ ૬૦ કરોડનો ખર્ચ થયો છે. રાહુલ ગાંધીએ ૨૦૧૪થી ૨૦૨૪ સુધી ચૂંટણી પંચને જે સોગંધનામું આપ્યું છે એ પ્રમાણે તેમની સંપત્તિ ૧૧ કરોડ છે. જો આટલી આવક હોય તો ૬૦ કરોડનો ખર્ચ કેવી રીતે થયો? જો તેમણે ખર્ચ કર્યો નથી તો આ મુલાકાતોનો ખર્ચ કોણે કર્યો? આવા સવાલો સંબિત પાત્રાએ ઉઠાવ્યા તે પછી કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો હતો. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની શાસકીય નિષ્ફળતા છુપાવવા અને અત્યારે આર્થિક પતનની પરિસ્થિતિ સર્જાઈ છે તેના તરફથી ધ્યાન હટાવવા માટે ભાજપ રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓનો મુદ્દો ઉઠાવે છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે સંબિત પાત્રા આવું કરીને ભાજપ હાઈકમાન્ડને ખુશ કરવા માંગે છે, કારણ કે એને મિનિસ્ટર બનવું છે.



Source link

Related Articles

Back to top button