राष्ट्रीय

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Weather News: Storms in UP Claim 60 Lives Dam Breach in Meghalaya Floods Bangladesh



India Weather News : ભારતના વિવિધ રાજ્યોમાં કુદરત જાણે રુઠી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ગઈકાલે રાતે યુપીમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. આંધી તોફાનને કારણે અહીં મોટા પાયે નુકસાન તો થયું જ પણ સાથે મોટાપાયે જાનહાનિ પણ થઇ હતી. અત્યાર સુધીમાં યુપીમાં મૃતકાંક વધીને 89 થઇ ગયો છે. પોલીસ અને તંત્ર હાલમાં પણ લોકોની મદદ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. 

ઉત્તર પ્રદેશમાં ભારે તબાહી

ઉત્તર પ્રદેશમાં બુધવારે સાંજે આવેલા એક શક્તિશાળી વાવાઝોડા અને ભારે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સર્જાયેલી આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 89 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 53થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અચાનક આવેલા આ વાવાઝોડાને કારણે વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા હતા, ઘરોને નુકસાન થયું હતું અને વીજળી તેમજ સંદેશાવ્યવહારની સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

કર્ણાટકમાં ભારે પવન સાથે વરસાદ, મેઘાલય તરફથી પાણીના ધસારાને કારણે ડેમ તૂટ્યો 

બીજી બાજુ કર્ણાટકમાં પણ ભારે પવન અને વરસાદ સાથે આફતના દૃશ્યો સર્જાયા હતા અને મેઘાલયમાં તરફથી પાણીના ધસારાને કારણે ડેમ તૂટી પડતાં બાંગ્લાદેશને પૂરની આફત સહન કરવાનો વારો આવ્યો હતો.  અનેક લોકોના ઘરો તણાઈ ગયા હતા. ડેમ તૂટી પડતાં ગામડાઓમાં પાણી ફરી વળ્યું હતું. 



Source link

Related Articles

Back to top button