આલિયા ભટ્ટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેર્યું અમદાવાદની બાસુરી ચોકસીએ પેઈન્ટ કરેલું ગાઉન | Alia Bhatt wore a gown painted by Ahmedabad Basuri Choksi at the Cannes Film Festival

![]()
Alia Bhatt At Cannes Film Festival: કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026ના રેડ કાર્પેટ પર બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના ગ્રીનમિન્ટ ગાઉને સૌનું ધ્યાન ખેંચ્યું! આ ગાઉન પર અમદાવાદની જાણીતી મ્યુરલિસ્ટ અને આર્ટિસ્ટ બાસુરી ચોકસીએ પોતાના હાથે સુંદર પેઇન્ટિંગ કર્યું છે! બાસુરી ચોકસી દીવાલો પર મ્યુરલ્સ બનાવવા માટે જાણીતા છે. તેમણે આલિયાના ગાઉન પર પ્રકૃતિ અને ફૂલોની અદભૂત થીમ કંડારી છે.
પેઇન્ટિંગ કરવામાં 160થી વધુ કલાકોની મહેનત
સેંકડો કલાકોની મહેનત અને પીંછીના બારીક કામથી તૈયાર થયેલા આ આઉટફિટની ઈન્ટરનેશનલ મીડિયામાં પણ નોંધ લેવાઈ! અહેવાલો અનુસાર આ ગાઉનને તૈયાર કરવામાં અને તેના પર બારીક હેન્ડ પેઇન્ટિંગ કરવામાં 160થી વધુ કલાકોની મહેનત લાગી છે! બાસુરીએ ખૂબ જ ધીરજ અને ચોકસાઈથી દરેક ફૂલ અને વેલને એવી રીતે કંડારી છે કે તે જીવંત લાગે! આ સુંદર આર્ટ સાથે જ બાસુરી ચોકસીએ કાન ફિલ્મ ફેસ્ટિવલ જેવા ગ્લોબલ પ્લેટફોર્મ પર અમદાવાદ અને ગુજરાતનું પણ નામ રોશન કર્યું!
આલિયા પ્રિન્સેસ લૂક
વિશ્વના સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ની 79મી આવૃત્તિની મંગળવાર(12 મે)થી શરૂઆત થઈ ચૂકી છે. આ ફેસ્ટિવલ આગામી 23 મે સુધી યોજાશે. ભારતમાંથી પણ ઘણા સ્ટાર્સ આ ફેસ્ટિવલમાં હાજરી આપવા જઈ રહ્યા છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાંસ પહોંચી હોવાના કેટલાક વીડિયો અને ફોટો વાઈરલ થયા છે, જેમાં આલિયા પ્રિન્સેસ લૂકમાં જોવા મળી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાંસમાં યોજાઈ રહ્યો છે, જ્યાં એરપોર્ટ પર આલિયા જોવા મળી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં આલિયા કલરફૂલ ગાઉનમાં દેખાઈ. સિંપલ અને ડ્રિમી લૂક સાથે આલિયાનો આ અંદાજ લોકોને ઘણો પસંદ આવ્યો છે. જેની કેટલીક તસવીર આલિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.



