मनोरंजन
મૌની રોય અને સૂરજ વચ્ચે વિખવાદ, છૂટાછેડાની અટકળો | Mouni Roy & Sooraj’s rift speculations of Divorce

![]()
– મૌનીએ પતિ સાથેની તસવીરો ડિલીટ કરી દીધી
– મૌની રોયે તથા તેની ખાસ સખી દિશા પટાણીએ પણ સૂરજ નામ્બિયારને અનફોલો કરી દીધો
મુંબઇ: મૌની રોય અને પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે વિખવાદ થયો હોવાની વાત ચગી છે. મૌનીએ ઈન્સ્ટાગ્રામ પર સૂરજ સાથેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે અને તેને અનફોલો કરી દીધો છે. મૌનીની બેસ્ટ ફ્રેન્ડ દિશા પટાણીએ પણ સૂરજનો અનફોલો કરી દીધો છે.
છેલ્લા કેટલાય સમયથી મૌનીએ તેના પતિ સાથે કોઈ નવી તસવીરો શેર કરી ન હતી. ત્યારથી જ બોલિવુડ વર્તુળોમાં તેમનાં રિલેશન અંગે અટકળો થવા લાગી હતી. ઉલ્લેખનીય છે કે, મૌની અને સૂરજ નાંબિયારે ૨૦૨૨માં ગોવાામાં મલયાલી અને બંગાળી રસમ પ્રમાણે લગ્ન કર્યાં હતાં.
જોકે, તેમના લગ્ન વિચ્છેદની અફવાઓ અંગે બંનેમાંથી કોઈએ અત્યાર સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.



